તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
સત્રના કામકાજની રૂપરેખા અને વિધાનસભામાં રજૂ થનારા બિલોને લઈને ગુરુવારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક
બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, નાણાં મંત્રી અને પ્રવક્તા મંત્રી સહિત સરકારના મુખ્ય દંડક અને કોંગ્રેસ પક્ષના નેતા સહિત કુલ ૧૦ સભ્યો હાજર રહેશે.

અમદાવાદ :ગુજરાત વિધાનસભા સત્ર અગાઉ 16 ફેબ્રુઆરીએ ભાજપ ધારાસભ્યોની બેઠક મળવાની છે. વિપક્ષ સરકારને ઘેરી ન શકે તે અંતર્ગત રણનિતી ઘડાશે. મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બેઠકમાં હાજર રહેશે. આ પહેલા 12 ફેબ્રુઆરીએ વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિના બેઠક યોજાનારી છે. વિધાનસભાના ઇ નેવા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ મંત્રીઓની તાલીમ યોજવામાં આવી છે
અગાઉ, ૧૨ ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, નાણાં મંત્રી અને પ્રવક્તા મંત્રી સહિત સરકારના મુખ્ય દંડક અને કોંગ્રેસ પક્ષના નેતા સહિત કુલ ૧૦ સભ્યો હાજર રહેશે. આ સમિતિ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ બિલો અને વિધાનસભાના કામકાજના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરશે. .
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
