News of Tuesday, 10th February 2026
રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ : વહેલી સવાર ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ : બપોરે ઉનાળાની ગરમી
હવામાન વિભાગ મુજબ હજુ સાત દિવસ રાજ્યના હવામાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યાં છે. આજે વહેલી સવાર ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો અનુભવ થયો હતો. જોકે ધીમે ધીમે તાપમાનમાં ફરી ઉષ્ણતા જોવા મળી હતી. બપોરે ઉનાળાના આગમનની ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગ અનુસાર હજી સાત દિવસ રાજ્યના હવામાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદમાં 31.3 ડિગ્રી મહત્તમ જ્યારે 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, ગત 24 કલાકમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બાકીના પ્રદેશોમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું હતું. હાલમાં પંજાબ અને ઉત્તર પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આજે ગુજરાતમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહુવામાં 32.2 ડિગ્રી, રાજકોટમાં 32, અમરેલીમાં 31.9, સુરતમાં 31.8, વલ્લભ વિદ્યાનગરમાં 31.7, પોરબંદરમાં 31.7, ડીસામાં 31.4, વડોદરામાં 31.4, અમદાવાદમાં 31.3, ભુજમાં 31, સુરેન્દ્રનગરમાં 31, કેશોદમાં 31, ગાંધીનગરમાં 30.8, નલિયામાં 30.2, ભાવનગરમાં 29.8, ઓખામાં 26.6, દ્વારકામાં 25.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આજે ગુજરાતમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 12.3 ડિગ્રી, નલિયામાં 14.4, પોરબંદરમાં 14.5, અમરેલીમાં 14.8, ડીસામાં 14.8, રાજકોટમાં 15.3, ગાંધીનગરમાં 15.8, વેરાવળમાં 15.9, કંડલા પોર્ટમાં 16, મહુવામાં 16.1, વડોદરામાં 16.4, ભુજમાં 16.6, અમદાવાદમાં 17, વલ્લભ વિદ્યાનગરમાં 17.6, સુરેન્દ્રનગરમાં 18, સુરતમાં 18.2, ભાવનગરમાં 18.7, દ્વારકામાં 19, ઓખામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
