<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

તિથવાના બોર્ડ પાસે આસોઇ નદી પર નવા માઇનોર બ્રિજની કામગીરી શરૂ

વાંકાનેર તા.૧૦: મીતાણા રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પરનો કોઝવે લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જે મામલે રજૂઆતો બાદ રાજ્‍ય સરકાર દ્વારા અહીં રૂ. ૬૫૦ લાખનાં ખર્ચે નવો માઇનોર બ્રિજ મંજૂર કરવામાં આવ્‍યો હોય, જેના ટેન્‍ડર સહિતની કામગીરી બાદ હવે અહીં નવા બ્રિજ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પ્રથમ ચરણમાં ડાયવર્ઝન તૈયાર થયાં બાદ જુના પુલને તોડી નવા માઇનોર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ ડેપ્‍યુટી ઇજનેર દ્વારા જણાવાયું છે.

મોરબી જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી અબ્‍દુલમજીદ કડીવાર, તાલુકા પંચાયત સદસ્‍યા શ્રીમતિ અમીનાબેન હુસેનભાઈ શેરસિયા તથા તિથવા મહાલનાં ભાજપ આગેવાનો ની ભલામણથી આ રજુઆત થયેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ચોમાસાના સમયમાં આસોઈ નદી પર પાણીનો પ્રવાહ વધી જવાથી અવારનવાર વાહનવ્‍યવહાર ઠપ્‍પ થઇ જતો હોય, જેના કારણે આ રોડ પર આવેલ તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ, વાલાસણ સહિતના ગામોના નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય, ત્‍યારે નવા બ્રિજ નિર્માણ બાદ આ સમસ્‍યાનો અંત આવશે તેવી આશા સ્‍થાનિક ગ્રામજનોએ વ્‍યક્‍ત કરી છે.

(11:27 AM IST)