તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
સાઉદી અરેબિયામાંથી અમેરિકી રાજદ્વારી કર્મચારીઓને પરત બોલાવવાનો આદેશ
સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, કતાર અને બહેરીનમાં કાર્યરત અમેરિકી રાજદ્વારી કર્મચારીઓનાં પરિવારોને પણ સ્થળ છોડવાની સૂચનાઓ અપાઈ : યમનના હૂતી વિદ્રોહીઓના હુમલાને પગલે અમેરિકાનું મોટું પગલું : પાંચ દેશોમાં અમેરિકી રાજદ્વારીઓનાં પરિવારોને પણ સ્થળ છોડવા સૂચના

વોશિંગ્ટન, તા. ૨૨ : મધ્યપૂર્વમાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાએ સાઉદી અરેબિયામાંથી બિનઆવશ્યક રાજદ્વારી કર્મચારીઓ તથા તેમના પરિવારોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, કતાર અને બહેરીનમાં પણ રાજદ્વારીઓનાં પરિવારોને દેશ છોડવાની સૂચના અપાઈ હોવાના અહેવાલ છે.
મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બનતાં અમેરિકાએ સાઉદી અરેબિયામાં પોતાની રાજદ્વારી હાજરી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. યમનના ઈરાનસમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના મહત્વપૂર્ણ સ્થળો ઉપર કરવામાં આવી રહેલા હુમલાઓને પગલે અમેરિકી કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વધી છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે વધતા સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને બિનઆવશ્યક કર્મચારીઓ અને તેમના પરિવારોને સાઉદી અરેબિયા છોડવાનો આદેશ અપાયો હોવાનું સમર્થન કર્યું છે. રાજધાની રિયાધ સ્થિત અમેરિકી દૂતાવાસે પણ વધુ હુમલાની શક્યતા અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે.
રાજદ્વારી સૂત્રોને ટાંકતા અહેવાલોમાં જણાવાયું છે કે સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, કતાર અને બહેરીનમાં કાર્યરત અમેરિકી રાજદ્વારી કર્મચારીઓનાં પરિવારોને પણ સ્થળ છોડવાની સૂચનાઓ અપાઈ છે.
સાઉદી અરેબિયાના એરપોર્ટ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ ઉપર હુમલાની ઘટનાઓ બાદ અમેરિકાએ આ પગલું લીધું છે. જોકે સમગ્ર મધ્યપૂર્વમાંથી તમામ અમેરિકી રાજદ્વારીઓ પાછા ખેંચાઈ રહ્યા છે એવો અર્થ કરવો યોગ્ય નથી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
