તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ખેડાના કઠલાલ નજીક અમદાવાદથી દાહોદ જતી એસટી બસમાં મહિલાને સફળ ડિલિવરી: 108ની ટીમે બસમાં જ કરાવી પ્રસૂતિ
સમયસૂચકતા અને 108ની ટીમની કામગીરીને કારણે મહિલાની પ્રસૂતિ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

ખેડા જિલ્લાના કઠલાલ નજીક અમદાવાદથી દાહોદ જઈ રહેલી ST બસમાં મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાડવેલ નજીક બસ રોકવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે બસમાં જ મહિલાની સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. સમયસૂચકતા અને 108ની ટીમની કામગીરીને કારણે મહિલાની પ્રસૂતિ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. જાહેર પરિવહનની બસમાં જ બાળકનો જન્મ થતાં મુસાફરોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
