તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
હાઇવે પર ‘ગેપ ઇન મીડિયન' તોડનારા સામે સીસીટીવી કેમેરા મૂકાશેઃ ૧૦૦ દબાણો દૂર કરાયા
કલેકટરના અધ્યક્ષપદે જીલ્લા માર્ગ સલામતિ અને ટાસ્ક ફોર્સ બેઠક મળી

રાજકોટ તા. ૨ર :.. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતોના જોખમને ઘટાડવા માટે ગેરકાયદે ગેપ ઇન મીડિયન, રોડ સાઇડનાં દબાણો અને માર્ગો પરના ખાડાઓ દૂર કરવા સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટર ખાસ કરીને નેશનલ હાઇવે પર એકપણ અનધિકળત ગેપ ઇન મીડિયન ન રહે તે સુનિヘતિ કરવા તાકીદ કરી હતી. ગેરકાયદે રીતે મીડિયન તોડીને રસ્તા પર ગેપ બનાવતા તત્ત્વોને ઓળખી તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે આવા સ્થળોની નજીક સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે રાજકોટ-અમદાવાદ હાઇવે અને રાજકોટ-જેતપુર હાઇવે પર ચાલી રહેલાં કામોની સમીક્ષા કરી હતી. તેમણે હાઇવે પરના પુલોની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત વિભાગ દ્વારા હાઇવે પરનાં આશરે ૧૦૦ દબાણો દૂર કરવામાં આવ્યાં હોવાનું જણાવાયું હતું. જ્યારે હાઇવે પર અનધિકળત ર્પાકિંગ બદલ આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા આશરે ૧૯૨ મેમો આપવામાં આવ્યા હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.
(11:59 AM IST)










