તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 22nd October 2026
સાબરકાંઠામાં ભાજપના વધુ એક આગેવાન સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતાં રાજકીય વર્તુળોમાં ચકચાર
ચાંપલાનાર ગામનાં મહિલા સરપંચે ભાજપના આગેવાન સામે ફરિયાદ નોંધાવી:આગેવાન પંચાયત કચેરીમાં આવીને જાતિસૂચક અપશબ્દો બોલ્યા હોવાનો અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હોવાનું જણાવી મહિલા સરપંચને ધમકી આપી હોવાનો આરોપ

સાબરકાંઠામાં ભાજપના વધુ એક આગેવાન સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ચાંપલાનાર ગામનાં મહિલા સરપંચે ભાજપના આગેવાન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આગેવાન પંચાયત કચેરીમાં આવીને જાતિસૂચક અપશબ્દો બોલ્યા હોવાનો અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હોવાનું જણાવી મહિલા સરપંચને ધમકી આપી હોવાનો આરોપ છે. આ મામલે ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ કમલેશ બારોટ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ભાજપના વધુ એક આગેવાન સામે ફરિયાદ નોંધાતાં જિલ્લામાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
