<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્‍યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્‍દ્રનગર અને કચ્‍છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેરઃ મુખ્‍ય સચિવ પંકજ જોષીએ SEOC-ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી : મુખ્‍ય સચિવનો જિલ્લા કલેકટરશ્રીઓને આદેશઃ સંભવિત જોખમને ધ્‍યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું: જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્‍વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવાઃ ગણેશ વિસર્જનમાં નાગરિકોને જળાશયોથી દૂર રાખીને : વિસર્જન માટેની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા સુનિヘતિ કરવીઃ આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્‍યાને રાખીને પરીક્ષા કેન્‍દ્રો ખાતે પણ તકેદારી રાખવી 4:42 PM IST

 ઇનોવા પલ્‍ટી જતાં આર.કે. યુનિવર્સિટીના ૩ છાત્રોના મોત : જુઓ વિડિયો : આટકોટના જંગવડ પાસે મોડી રાતે જીવલેણ અકસ્‍માતઃ ૧૨ વિદ્યાર્થીઓ કારમાં હતાં: બે સારવારમાં: તેલંગણાના મોથેર હર્ષા મોથેર હન્‍માકોંડા, આંધ્રપ્રદેશના સૈયદ આફ્રીદ સૈયદ અહેમદના ઘટના સ્‍થળે અને આંધ્રપ્રદેશના કોડવતી નરેશ સુબ્‍બારાવનું રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ બે વિદ્યાર્થી શેખ નેમાલીપુઇ યાસીન અને શેખ સોહેલ બાસા સારવાર હેઠળઃ કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરતાં કુલ ૧૨ છાત્રો ફરવા જવાની મંજુરી મેળવી રોયલ ટ્રાવેલ્‍સની ઇનોવા કાર સેલ્‍ફ ડ્રાઇવમાં બૂક કરાવી જુનાગઢ, સોમનાથ, દિવ અને દ્વારકા ફરવા રવાના થયા હતાં: ૭નો બચાવઃ એસપી વિજયસિંહ ગુર્જર ઘટના સ્‍થળે પહોંચ્‍યા2:53 PM IST

પોરબંદરમાં નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિન નિમિતે ‘સેવા પખવાડિયુ' ઉજવાશેઃ ભાજપની મહત્‍વની બેઠક : રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની ઉપસ્‍થિતિમાં આયોજિત બેઠકમાં નિર્ણયઃ તા.૧૭ સપ્‍ટેમ્‍બરથી તા.૨ ઓક્‍ટોબર ગાંધી જયંતિ સુધી યોજાશે અનેક કાર્યક્રમો : સ્‍વચ્‍છતા અભિયાન, ‘એક પેડ માં કે નામ' વૃક્ષારોપણ, રક્‍તદાન શિબિર, આરોગ્‍ય શિબિર વડાપ્રધાનના જીવન પરની દસ્‍તાવેજી ફિલ્‍મનું પ્રદર્શન, પ્રબુધ્‍ધ વર્ગ સંવાદ, દિવ્‍યાંગો અને રાજ્‍યના અન્‍ય પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓનું સન્‍માન, ‘વોકલ ફોર લોકલ'નો પ્રચાર, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વિષેના પસંદગીના પુસ્‍તકોનું વિતરણ, સાંસદ રમત-ગમત સ્‍પર્ધા, વિકસિત ભારત ચિત્ર સ્‍પર્ધા, મોદી વિકાસ મેરેથોન, નરેન્‍દ્રભાઈ મોદીના જીવન પર આધારિત પ્રદર્શની, પંડિત દિન દયાળ ઉપાધ્‍યાય જન્‍મ જ્‍યંતી, મહાત્‍મા ગાંધી જ્‍યંતી વગેરે કાર્યક્રમો1:44 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST