<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જે ઘરમાં બળાત્‍કાર થયો ત્‍યાં જ પાછી મોકલાઈ બાળકીનેઃ મોટી બહેનના દિયરે પાછો રેપ કર્યો

મધ્‍ય પ્રદેશમાં બાળકલ્‍યાણ વિભાગના કર્મચારીઓની ભયંકર બેદરકારી

પન્ના,તા.૦૬: મધ્‍ય પ્રદેશના પન્ના જિલ્‍લાની એક ભયંકર ઘટના સામે આવી છે. અહીં એક રેપપીડિત બાળકીને બાળવિકાસ અને કલ્‍યાણ વિભાગના કર્મચારીઓએ પૂરતી તપાસ કર્યા વગર ફરી એ જ સંબંધી મહિલાના ઘરે મોકલી દીધી હતી જેના ઘરે બાળકી પર બળાત્‍કાર કરવામાં આવ્‍યો હતો. આ સંબંધીના ઘરે બાળકીને ફરી જોઈને આરોપીએ ફરી બાળકી પર રેપ કર્યો હોવાના ખબર આવતાં ચકચાર મચી ગઈ હતી.

આ કેસ સામે આવતાં  બાળકલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ, સમિતિના પાંચ સભ્‍યો, જિલ્‍લા મહિલા અને બાળવિકાસ અધિકારી અને વન સ્‍ટોપ સેન્‍ટરના ૩ કર્મચારી સહિત અનેક લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વર્ષે જાન્‍યુઆરીના એક દિવસે બાળકી સ્‍કૂલ પછી ઘરે નહોતી પહોંચી. તે છેક ફેબ્રુઆરીમાં ગુરુગ્રામથી રામપ્રસાદ નામની વ્‍યક્‍તિ સાથે મળી આવી હતી. રામપ્રસાદ દ્વારા તેના પર દુષ્‍કર્મ થયું હોવાનું જાણવા મળતાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. જોકે અત્‍યારે આરોપી જામીન પર બહાર છે. બાળકીને માર્ચમાં બાળકલ્‍યાણ સમિતિ દ્વારા તેની એક બહેનને સોંપી દેવામાં આવી હતી. એ ઘરમાં બહેનના દિયર રામપ્રસાદે ફરી બાળકી પર બળાત્‍કાર કર્યો હતો. (૪૦.૮)

(10:09 AM IST)