તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
મિત્રની બોલેરો ભાડેથી લઇ ગયા બાદ પરત ન કરી છેતરપીંડીના ગુનામાં ફરાર હર્ષ પકડાયો
ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્કવોડના પી.એસ.આઇ. આર.એમ. ઝાલા તથા સ્ટાફે દબોચ્યો

રાજકોટઃ તા.૬, શહેરના તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં બે મહિનાથી ફરાર શખ્સને ડીસીપી ઝોન-રના નાસ્તા ફરતા સ્કવોડે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી બ્રીજેશ ઝાની સૂચનાથી ડીસીપી ઝોન-ર ના નાસતા ફરતા સ્કવોડના પી.એસ.આઇ.-આર.એચ. ઝાલા સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે બાતમી મળતા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં બે મહિનાથી ફરાર હર્ષ ભાવેશભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) (રહે. પ્રજાપતિ સોસાયટી શેરી નં. ર, ૪૦ ફુટ રોડ) ને પકડી લીધો હતો. હર્ષ બે મહિના પહેલા મિત્રની બોલેરો ભાડેથી લઇ ગયા બાદ બોલેરો પરત ન આપી ફરાર થઇ ગયો હતો. આ કામગીરી પી.એસ.આઇ આર.એચ. ઝાલા, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા દ્વારા કરવામાં આવી હતી.
(3:04 PM IST)










