News of Saturday, 6th September 2025
મધ્ય પ્રદેશમાં મહિલા જજને ધમકી મળી જીવતાં રહેવું હોય તો ૫૦૦ કરોડ લઈને જંગલમાં આવી જજો

રિવા,તા.૦૬: મધ્ય પ્રદેશમાં ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ છે કે લોકો કોર્ટના જજને પણ ધમકી આપવા લાગ્યા છે. એટલું જ નહીં, તેઓ જજ પાસેથી જ પૈસા માગે છે. રિવા જિલ્લાના જુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થ્પ્જ્ઘ્ મોહિની ભદૌરિયાને સ્પીડ પોસ્ટથી એક ધમકીપત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે ૫૦૦ કરોડ રૂપિયા લઈને નજીકના જંગલમાં આવી જા, નહીંતર મારી નાખીશું. જજે આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું હતું કે આ પત્ર કોઈ ડકૈતી કરતા માણસે લખ્યો હશે અને પૈસા ન મળે તો મારી નાખવાની ધમકી આપી હશે. ધમકીમાં આ પૈસા તેને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લા પાસેનાં જંગલોમાં જજ જાતે જઈને આપે એવું પણ કહેવાયું હતું.
પોલીસે તપાસ કરતાં આ પત્ર લખનાર માણસની ઓળખ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં રહેતો સંદીપ સિંહ તરીકે થઈ હતી.(૪૦.૧૦)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
