તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
૯૦% લોકો ‘હેલ્મેટ' નો વિરોધ કરે છેઃ ફરજીયાત હેલ્મેટના વિરોધમાં સોમવારે રાત્રે ત્રિકોણ બાગ ખાતે મીટીંગઃ લોકોને વિરોધ કરવા અપીલ
બે હજાર લોકોની ‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ' હેઠળ લડત ચલાવાશેઃ હેલ્મેટના નામે લોકોને ડામ દેવાનું બંધ કરોઃ યુવા એડવોકેટ હર્ષીલ શાહ સહિતના વકીલો, કાર્યકરો લડત સમિતિમાં જોડાયા

એડવોકેટ હર્ષીલ શાહ તેમજ હેલ્મેટ સત્યાગૃહ સમિતિના સભ્યો તસ્વીરમાં દર્શાય છે.
રાજકોટ તા. ૬ :.. ફરજીયાત હેલ્મેટનાો ૯૦ ટકા લોકોનો વિરોધ હોવા છતાં ફરજીયાત હેલ્મેટની અમલવારી કરવા પોલીસ સરકારી તંત્ર દ્વારા થઇ રહેલ કવાયતને પડકારવા રાજકોટમાં યુવા એડવોકેટ હર્ષિલ પિયુષભાઇ શાહની આગેવાની હેઠળ બે હજાર લોકોની ‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ' ના નામે લડત સમિતિ બનાવાઇ છે. અને આગામી તા. ૮ મીએ રાત્રે ૧૦ થી ૧૧ દરમ્યાન રાજકોટના ત્રિકોણ બાગ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ સમિતિમાં બે હજારથી વધુ યુવાનો જોડાયા છે. અને શહેરના દરેક જાગૃત નાગરીકોને આ અભિયાનમાં જોડાવવા આહવાન કરાયું છે. યુવા અગ્રણી હર્ષીલ શાહનું કહેવું છે કે, ૯૦ ટકા લોકોને હેલ્મેટનો વિરોધ છે. લોકો પોતાના બે છેડા ભેગા કરી શકતા નથી તેટલી મોંઘવારી છે. ત્યારે હેલ્મેટના નામે પ્રજાને ડામ દેવાનું સરકારે બંધ કરવું જોઇએ.
ગીતામાં લખ્યુ છે કે, ખોટુ કરવું અને સહન કરવું તે બંને સરખુ છે. ત્યારે હવે લોકોએ બોલવાની વિરોધ કરવાની તૈયારી રાખવી પડશે. આથી હેલ્મેટના મુદ્્ે લડત આપવી જરૂરી હોય પ્રજાએ જાગૃત બનીને ફરજીયાત હેલ્મેટનો વિરોધ કરવા જાગૃત બનવું પડશે.
અગાઉ પણ આવા ફતવાઓ આવેલ છે. અને રદ થયેલ છે. ત્યારે ટૂંક સમયમાં સ્થાનીક સંસ્થાઓની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં આવતી હોય આ બાબતનો વિરોધ કરશું. તેનો ફાયદો થશે.
ખાસ કરીને સીટી એરિયામાં વાહનો ભયંકર ટ્રાફિકના કારણે ઝડપી ચલાવી શકાતા જ નથી ત્યારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવી જોઇએ.
વધુમાં હર્ષિલ શાહે જણાવેલ છે કે, જેમ સંગઠન મોટુ થશે તેમ આપણું કામ પણ ચોકકસ થશે. અને સરકાર સુધી આપણી વાત પહોંચશે. માટે હેલ્મેટ સત્યાગ્રહ સમિતિમાં જોડાઇને લોકો પોતાનું નામ વોર્ડ નંબર જણાવી મારો (હર્ષીલ શાહ) મો. નં. ૯૯૦૪૦ ૮૬૪ર૯ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.
(12:53 PM IST)










