<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર માર્યો : તપાસ સમિતિ હોસ્ટલ પહોંચી : પૂછપરછ કરી

વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિધાર્થીઓને ઢોર માર મરવાનાં વીડિયો વાઈરલ થતા શાળા પ્રશાસન સામે વાલીઓમાં ભારે રોષ

જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારવાનાં વીડિયો વાઈરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિધાર્થીઓને ઢોર માર મરવાનાં વીડિયો વાઈરલ થતા શાળા પ્રશાસન સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલાની ગંભીરતા સમજીને કલેક્ટર દ્વારા એક તપાસ ટીમની રચના કરાઈ છે જે આજે હોસ્ટેલ પહોંચી હતી અને કાર્યવાહી આદરી હતી.

 

 આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનાં વીડિયો (Viral Video) સામે આવતા સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનવાની ગંભીરતાને લઈ અધિકારીઓની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા હોસ્ટેલ સંચાલક તેમ જ શાળા સંચાલકનાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ માટે આજે ટીમ હોસ્ટેલ પહોંચી હતી. બીજી તરફ મનપા (JMC) દ્વારા પણ હોસ્ટેલનાં બાંધકામને લઈ નિયમાનુસાર તમામ સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, જ્યારે તપાસ ટીમ હોસ્ટેલ પહોંચી ત્યારે ત્યાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલનાં (Alpha International School) સંચાલકને પણ બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન, સ્કૂલ સંચાલકે જે જવાબ આપ્યો તે પણ સાંભળવા જેવો છે. તેમણે જણાવ્યું હતું કે, ઘટના સાચી છે અને અહીં જ બની છે. વીડિયો વાઈરલ થયા બાદ મે મીટિંગ બોલાવી તમામ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, કોઈ તકલીફ કે મારામારી થઈ હોય તો જાણ કરો પણ કોઈ બોલ્યું નહીં.. મે હોસ્ટેલનાં સંચાલકને પણ આ બાબતે જાણ કરી હતી.. તેમ જ આ હોસ્ટેલ નિયમાનુસાર છે કોઈ દબાણ કર્યું નથી. જો કે, આ મામલે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે તપાસ ક્યારે પૂર્ણ થશે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે શું પગલાં લેવાશે તેનાં પર સૌની નજર છે.

(11:37 PM IST)