News of Saturday, 6th September 2025
વિપક્ષઃ ગુજરાતનો અને બંગાળનો
સંઘર્ષ વગર સત્તા મળતી નથી : આ બાબત ગુજરાત કોંગ્રેસને સમજાતી નથીઃ મમતા સામે ભાજપી સંઘર્ષ જુઓ
સત્તા ભેટરૂપે કે દાનમાં મળતી નથી. સત્તા પ્રાપ્તિ માટે લાયક, સમર્થ બનીને તીવ્ર સંઘર્ષ કરવો પડે. લોકશાહીમાં વિચાર-સંઘર્ષ અને રણનીતિ- પૂર્વક આગળ વધીને લોકોના દિલ જીતવા પડે. અમથી સત્તા મળતી નથી.
ગુજરાતમાં ભાજપ એક કાર્યમાં સંપૂર્ણ સફળ છે. વિપક્ષને સબળ બનવા ન દેવો... ગુજરાતના વર્તમાન ભાજપીઓ પોતે મોટા થતા નથી, પણ નીતિ એક જ છે. વિપક્ષને ઉભા થવા ન દેવુ. કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. એ સતત ફરિયાદો કરે છે કે, ભાજપના નેતાઓ દેખાવોની મંજૂરી આપતી નથી. વિપક્ષની અટકાયત કરી લે છે. આ વાત સાચી છે. પણ રાજકીય પક્ષોનું મુખ્ય કામ લોકોની સમસ્યાને વાચા આપવાનું છે. ગુજરાતમાં કોંગ્રેસ ખુદની સમસ્યા લોકો સામે રજૂ કરે છે.
વર્તમાન સમયમાં દેશમાં સોૈથી આક્રમક શાસન મમતા વૈચારિક દૃષ્ટિએ અને વહીવટી દૃષ્ટિએ મમતાજીનું નેતૃત્વ વિરોધીઓ માટે સોૈથી કપરું છે. આ સ્થિતિમાં પ.બંગાળમાં વિપક્ષ તરીકે ભાજપ સંઘર્ષ કરી રહયો છે.
ભાજપ છેલ્લા દશ વર્ષથી સંઘર્ષ કરીને કાઠું કાઢી રહયો છે. આ રાજયમાં ભાજપની રાજકીય વેલ્યુ જરાપણ ન હતી. અહીં ડાબેરીઓનું વર્ચસ્વ હતું. કોંગ્રેસ પણ જોરમાં હતી. મમતાએ અલગ મોકો રચીને નવો પક્ષ બનાવ્યો. કોંગ્રેસ-ડાબેરીઓને પાડી દીધા અને તીવ્ર સંઘર્ષ બાદ સત્તા પ્રાપ્ત કરી ભાજપની અહીં કોઇ વેલ્યુ ન હતી.
પ. બંગાળમાં ભાજપે એક દોઢ દાયકો તીવ્ર સંઘર્ષ કર્યો ભાજપ-સંઘના અને નેતાઓ અને કાર્યકરોના ભોગ લેવાયા. આજે પ.બંગાળમાં ભાજપ મુખ્ય વિપક્ષ છે. કોંગ્રેસ-ડાબેરીઓ સાવ ડલ થઇ ગયા છે. હજુ ભાજપીઓ થાકયા વગર મમતાદીદી સામે તીવ્ર સંઘર્ષ કરીને સત્તા નજીક પહોંચવા પ્રયાસ કરે છે. પક્ષ મરણિયો બની ને સંઘર્ષ કરે છે. પ.બંગાળમાં લોકોની વિચારધારા બદલવાનું કાર્ય પણ ચાલી રહયું છે.
રાજકીય દૃષ્ટિએ ભાજપ સાથે સહમત થાવ કે ન થાવ એ બાબત અલગ છે. પરંતુ ભાજપની મહેનત- સંઘર્ષ- ધ્યેયને વળગી રહેવાના સંકલ્પને માનવો જ પડે. ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તાથી દુર છે. એક પણ કોંગ્રેસી નેતાને મરણિયો બનતા જાય છે? મરણિયો સંઘર્ષ તો દુરની બાબત છે ૩૦ વર્ષમાં રાજયવ્યાપી લડત જોયા કોંગ્રેસે આપી નથી.
લોકો ભાજપથી કંટાળી ને મત આપશે, તેવી આશામાં જ કોંગીજનો જીવે છે. ગુજરાતમાં વિપક્ષ માટે અધધધ તક છે. અતિ નબળી નેતાગીરી સામે પણ કોંગ્રેસ કંઇ ઉકાળી શકતી નથી. કોંગ્રેસના સંઘર્ષના અભાવના કારણે ટાબરિયા જેવી આમઆદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢવા લાગી છે. વિપક્ષ માટે કોંગ્રેસ ભાજપ પાસેથી પ્રેરણા લેવી જોઇએ.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
