<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

હિમાચલમાં બંધ રસ્‍તાઓ શરૂ કરવા જોરશોરથી કામ ચાલુઃ વિક્રમાદિત્‍યસિંહ

લોકોને સંયમ રાખવા કેબીનેટ મંત્રીની અપીલ

સીમલાઃ હિમાચલમાં ભારે વરસાદથી લેન્‍ડ સ્‍લાઇડ અને રસ્‍તાઓ તુટી જવાની ઘટના બની છે. રાજયની સ્‍થિતિ અંગે સીમલા (ગ્રામ્‍ય)થી ધારાસભ્‍ય અને કેબીનેટ મંત્રી વિક્રમાદિત્‍યસિંહે વિડીયો દ્વારા માહીતી આપી હતી.

તેમણે જણાવેલ કે રાજયમાં હાલ ૧પર૦ રસ્‍તાઓ બંધ છે. જેમાંથી ૧૩૬૦ ઉપર તમા મશીનરી કામે લગાડી માર્ગો પુર્વવત કરવા પ્રયાસો ચાલુ છે. સફરજન સહિતના ફળોના ખેડુતોના પાક બજાર સુધી ઝડપથી પહોંચે તે પણ સુનિヘતિ કરાઇ રહયું છે. ઉપરાંત કેન્‍દ્ર સરકાર પાસેથી પણ સહયોગ મંગાયો છે.

આગામી દિવસોમાં રાજયમાં વૃક્ષ છેદન અને પહાડોની કપાત અંગે નવી પોલીસી લાવવામાં આવશે. હાલ લોકો સંયમ જાળવે તેવી અપીલ પણ વિડીયોના અંતમાં કરી હતી

(4:28 PM IST)