<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

રાજકોટને હાઇકોર્ટની બેંચ મળવા અંગે સાંસદો-ધારાસભ્‍ય પુર્વ કેન્‍દ્રીય મંત્રીને રાજકોટ બાર એસો. દ્વારા રજુઆત

 

રાજકોટ, તા., ૬ : તાજેતરમાં રાજકોટ બાર એશોસીએશન માતળ સંસ્‍થા દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખશ્રી તથા સેક્રેટરીશ્રી તથા રાજકોટ બારના સીનીયર ધારાશાષાીઓની એક મિટીંગનું આયોજન આત્‍મિય યુનિવર્સીટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ અને તેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જિલ્લાઓના પ્રમુખની હોદાની રૂએ તથા રાજકોટ બારના તજજ્ઞ એડવોકેટોની એક કમિટીની નિમણુંક કરવાનું નકકી થયેલ અને રાજકોટ બાર એશોસીએશન માતળ સંસ્‍થા દ્વારા રાજકોટના સાંસદ સભ્‍યોશ્રી તથા ધારાસભ્‍યોશ્રીને આ અંગેની રજુઆત કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકારશ્રી સમક્ષ આપણી માતળ સંસ્‍થાની હાઈકોર્ટ બેચની માંગણી મુકવા માટે રજુઆત કરવામાં આવેલ છે.

રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્‍દ્રિય મંત્રી પરસોતમભાઈ રૂપાલાને આ અંગેની રજુઆત કરવામાં આવેલ અને તેઓએ રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેના તમામ પ્રયાસ કરવાની ખાત્રી આપેલ અને કેન્‍દ્રિય કાયદા મંત્રી મેઘવાલને તાત્‍કાલિક ટેલીફોનીક રજુઆત કરેલ અને તેઓ હરહંમેશ રાજકોટ બાર એશોસીએશનની માતળ સંસ્‍થા દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છની અઢી કરોડ જનતાના હીતમાં જે માંગણી કરવામાં આવેલ છે તે માંગણી અન્‍વયે પોતાનો સનિષ્ઠ પ્રયાસ કરશે તેવી ખાત્રી આપેલ હતી.

રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયાને પણ આ અંગેની રજુઆત રાજકોટ બાર એશોસીએશનને માતળ સંસ્‍થાના હોદેદારો દ્વારા કરવામાં આવેલ ત્‍યારે તેઓએ પણ ખાત્રી આપેલ કે સમયની માંગ છે તથા સમગ્ર રાજયમાં જે કેસોને ભરાવો છે તે જોતાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છની રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે જરૂરી છે અને આ અંગેના પ્રયાસો તેઓના દ્વારા વર્ષ-૨૦૨૨થી આ અગાઉના કેન્‍દ્રિય કાયદા મંત્રી કિરણ રજુ શ્રી સમક્ષ રજુઆત કરવામાં અને તેઓએ ગુજરાત સરકારને તં અંગેની જાણ પણ કરેલ તથા ગુજરાતના ચીફ જસ્‍ટીસ અને ગવર્નર દ્વારા કાયદાકિય જોગવાઈ અનુસરવા માટેનું જણાવેલ અને  રામભાઈ મોકરીયા પોતે એડવોકેટ હોય જેથી માતળસંસ્‍થા સાથે જ છે અને દિલ્‍હી જવાનું થાય તો તેઓ સાથે રહીને સરકારમાં રજુઆત કરશે તેવી ખાત્રી રાજકોટ બાર એશોસીએશનના હોદેદારોને આપેલ છે.

આ અંગેની રજુઆત રાજકોટના ધારાસભ્‍યો રમેશભાઈ ટીલાળા તથા ડો.દર્શિતાબેન શાહ સમક્ષ પણ રાજકોટ બાર એશોસીએશનના માતળ સંસ્‍થાના હોદેદારો દ્વારા રજુઆત કરવામાં આવેલ અને તેઓએ પણ રાજકોટ બાર એશોસીએશનને ખાત્રી આપેલ છે કે આ અંગેની તેઓ પણ સરકારમાં રજુઆત કરશે અને આ અંગેનું અલગ બજેટ ફાળવવામાં આવે તેવા પ્રયાસ કરશે.

ઉપરોક્‍ત સાંસદશ્રીઓ તથા ધારાસભ્‍યોશ્રીઓને રજુઆત કરવા માટે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એશોસીએશન પ્રમુખ પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી સંદિપ વેકરીયા, જોઈન્‍ટ સેક્રેટરી જીતેન્‍દ્ર પારેખ, ટ્રેઝરર પંકજ દોંગા, લાઈબ્રેરી સેક્રેટરી કેતન મંડ, એકઝીકયુટીવા મેમ્‍બર્સ રક્ષાબેન ઉપાધ્‍યાય, પ્રગતિબેન માંકડીયા, તુષાર દવે, નિકુંજ શુકલ, સંજય ડાંગર, પરેશ પાદરીયા, અશ્વિન રામાણી, કિશન રાજાણી, મુનીષ સોનપાલ, હિરેન ડોબરીયા અને કિશન વાલવા દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે અંગેની રજુઆત કરવામાં આવેલા તે ફોટામાં દ્રષ્ટિગોચર થાય છે.

(12:19 PM IST)