News of Saturday, 6th September 2025
સોનુ ૧,૧૦,૭૦૦ની નવી સપાટીએ ૧૦ ગ્રામે વધુ ૭૦૦ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૬ : સોનામાં અવિરત તેજીનો દોર યથાવત રહેતા રોજબરોજ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે. ગઇકાલે રાત્રે વધુ ૭૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૧,૧૦,૭૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં મોડી રાત્રે વધુ ૭૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૧૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૧૦,૭૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૭૦૦૦ રૂપીયા વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૧,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૧,૦૭,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. જો કે ચાંદીના ભાવમાં આજે કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,ર૭,૦૦૦ રૂા.ની સપાટીએ યથાવત રહયા હતા.
વૈશ્વિક પ્રવાહોમાં અનિヘતિાના કારણે સોનાના ભાવો સતત વધી રહયા છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
