તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
રાજકોટ સાંસદસભ્ય રૂપાલાની ઉપસ્થિતિમાં દેવળા છાપરા ઇન્ડસ્ટ્રીયલ એશોસીએશનની કારોબારી મળી

ખીરસરા :છાપરા દેવડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની પ્રથમ સાધારણ સભા રાજકોટ સાંસદસભ્ય પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતીમા યોજાઇ. જેમા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન પ્રમુખ રાજેશભાઇ તારપરા, વાઇસ ચેરમેન વિરલભાઇ પટેલ, જયભાઇ મારવાણીયા, આલોકભાઇ મહેતા, કારોબારી સભ્યો મનિષભાઇ કલોલા, દર્શનભાઇ કનટારીયા, અરૂણભાઇ રોકડ, લલિતભાઇ તારપરા, પારસભાઇ પારેખ, તેજસભાઇ મારવાણીયા તેમજ રાજકીય અગ્રણી રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ડો.પ્રકાશભાઈ વિરડા તાલુકા પંચાયત સદસ્ય બોદુભાઇ ઠાસરીયા, છાપરા સરપંચ દેશાભાઇ સોદરવા, દેવળા સરપંચ મયુરભાઇ ગઢીયા, હરદેવસિંહ જાડેજા નોટરી છાપરા તલાટી મંત્રી ડી.કે. જાડેજા, બબુભા જાડેજા, છાપરા ઇન્ડસ્ટ્રીયલ કારોબારી સભ્યો દર્શનભાઇ જયભાઇ, વિરલભાઇ લલિતભાઇ, અરૂણભાઇ અજયસિંહ ઉપસ્થિત રહેલ પ્રમુખ સહિતના હોદેદારો કારોબારી સભ્યોને રૂપાલાએ શુભેચ્છા પાઠવી તેમજ ઇન્ડસ્ટ્રીઝને લગતી સુવિધાઓ માટે હંમેશા આગળ આવી રજુઆત કરવા ઉદ્યોગકારોને જણાવેલ. તેમજ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીના આ ઔદ્યૌગીક વિસ્તારની એક્ટિવિટી વિશે ઉપસ્થિત રહેલ તમામને માહિતગાર કરવામાં આવેલ હતા.
(11:45 AM IST)










