<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જુનાગઢ સ્‍વામિનારાયણ મંદિરના ચેરમેન પી.પી. સ્‍વામીનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬: જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મંદિરના નવયુવાન યશસ્‍વી અને કર્મઠ ચેરમેન શ્રી પૂજ્‍ય કોઠારી સ્‍વામી પુરષોત્તમ પ્રકાશદાસજી સ્‍વામી પી.પી. સ્‍વામીજી નો આજે જન્‍મદિવસ છે. પૂજ્‍ય પી.પી. સ્‍વામી એટલે એક બહુ આયામી વ્‍યક્‍તિત્‍વ. જેમનું શરીર માત્ર અને માત્ર સેવા માટે જ સર્જાયેલું છે એવા પૂજ્‍ય પી.પી. સ્‍વામીએ સ્‍વામિનારાયણ સંપ્રદાયની જ નહીં પરંતુ સમગ્ર સનાતન ધર્મની અનેકવિધ સેવાઓ કરી છે. પૂજ્‍ય સ્‍વામીએ રાજકોટ મંદિરમાં વર્ષો સુધી મુખ્‍ય કોઠારી તરીકે રહી રાજકોટ મંદિરના વિકાસના પાયાની સેવા કરી છે. ત્‍યારબાદ જૂનાગઢ મંદિરના મુખ્‍ય કોઠારી તરીકે રહી જુનાગઢ મંદિરમાં બિરાજમાન શ્રી રાધા રમણ દેવ શ્રી રણછોડ ત્રિકમ રાય અને સિદ્ધેશ્વર મહાદેવજીની ખૂબ સેવા કરી છે.

આ ઉપરાંત દ્વારીકા મંદિરના કોઠારી તરીકે રહીને પણ પૂજ્‍ય સ્‍વામીએ ખૂબ સેવા કરી છે. ૨૦૦૦ અને એકમાં આવેલા ભૂકંપ દરમિયાન પૂજ્‍ય સ્‍વામીએ પોતાની સેવાના સંકલ્‍પથી ભૂકંપ ગ્રસ્‍ત વિસ્‍તારમાં જઈ અનેક લોકોને મદદરૂપ બનવાનું કાર્ય કર્યું હતું. હાલમાં પૂજ્‍ય પી.પી. સ્‍વામી જુનાગઢ સ્‍વામિનારાયણ મંદિરના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. પૂજ્‍ય સ્‍વામી એ જુનાગઢ મંદિરમાં રહી અને દાવતે વાવાઝોડું કોરોના મહામારી અન્‍ય કુદરતી આફતોના સમયે લોકોની વચ્‍ચે જઈ લોકોના દુઃખમાં દુઃખી થઈ અને બધાને સુખી કરવાનો પ્રયત્‍ન કર્યો છે. હાલમાં પૂજ્‍ય પી.પી. સ્‍વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્‍વામિનારાયણ મંદિર જુનાગઢનો  નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં મુખ્‍ય પ્રવેશદ્વારનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે એ ઉપરાંત દર્શનાર્થે પધારતા ભાવિક ભક્‍તજનોની સુવિધામાં વધારો કરવા માટે સ્‍વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રસાદ મળી રહે તેના માટે ભોજનાલયનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે,

સંપૂર્ણ મંદિરનું આરસપહાણથી મઢવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત નવા ઉતારા બનાવવાના હોય કે બીજી હરિભક્‍તોની સુવિધાઓમાં વધારો કરવાનો હોય ત્‍યારે પૂજ્‍ય પીપી સ્‍વામી નો વહીવટી અનુભવ એમની સેવા પ્રત્‍યે સમર્પણ અને એમની નિષ્ઠાને યાદ કરી અને આજે પણ લોકો એમનું માર્ગદર્શન લઈ રહ્યા છે. આજે પૂજ્‍ય પીપી સ્‍વામીના જન્‍મદિવસે માત્ર સોરઠ પ્રદેશ જ નહીં ગુજરાત પ્રાંત જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં વસતા લાખો ભક્‍તજનોએ પૂજ્‍ય સ્‍વામીને ખૂબ હૃદય પૂર્વકની શુભકામનાઓ પાઠવી છે અને પૂજ્‍ય સ્‍વામી પોતાના યશસ્‍વી કાર્ય કાળ દરમિયાન હજારો લોકોની માટે સુખ સગવડતા અને સંપન્નતા મળી રહે એવા સત્‍કાર્યો કરતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે. (મો. ૯૮૭૯૯ ૧૨૦૭૨)

(12:40 PM IST)