તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Saturday, 6th September 2025
દિવાળી પહેલાં સરકાર DA અને DRમાં ૩%નો વધારો કરી શકે
હવે સરકારી કર્મચારીઓને મોજ પડી જશે!:કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનું એરિયર પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે મળી શકે છે

નવી દિલ્હી, તા.૬
કેન્દ્ર સરકારના ૧.૨ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર છે. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, દિવાળી પહેલાં સરકાર મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં ૩%નો વધારો કરી શકે છે. આનાથી કર્મચારીઓને મોંઘવારીથી થોડી રાહત મળશે. મોંઘવારી ભથ્થું (DA) ૫૫%થી વધીને ૫૮% થઈ શકે છે, આ વધારો જુલાઈ ૨૦૨૫થી લાગુ થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ મહિનાનું એરિયર પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે મળી શકે છે. આથી તહેવારોની સિઝનમાં લોકોને મોટી રાહત મળશે.
સરકાર DAને વર્ષમાં બે વખત વધારે છે. એક વખત હોળી પહેલાં જાન્યુઆરીથી જૂન માટે અને બીજી વખત દિવાળી પહેલાં જુલાઈથી ડિસેમ્બર માટે. ગયા વર્ષે સરકારે ૧૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ મોંઘવારી ભથ્થા (DA)ને વધારવાની જાહેરાત કરી હતી. આ વર્ષે દિવાળી ૨૦-૨૧ ઓક્ટોબરે છે. તેથી, આ વખતે પણ આશા છે કે સરકાર દિવાળી પહેલાં DA વધારવાની જાહેરાત કરશે. આને કર્મચારીઓ માટે દિવાળીની ભેટ માનવામાં આવે છે. આ ૭મા પગાર પંચના આધારે નક્કી થાય છે. આ માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ને ધ્યાનમાં લેવામાં આવે છે. CPI-IWના ૧૨ મહિનાના સરેરાશને ધ્યાનમાં રાખવામાં આવે છે. જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધી CPI-IWની સરેરાશ ૧૪૩.૬ હતી, જેના હિસાબે DA ૫૮% થાય છે. એટલે કે કર્મચારીઓનું DA ૩% વધશે. ધારો કે, કોઈ કર્મચારીનો મૂળ પગાર (બેઝિક પગાર) ૫૦,૦૦૦ રૃપિયા છે. પહેલાં ૫૫% ડ્ઢછના હિસાબે તેમને ૨૭,૫૦૦ રૃપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે ૫૮% ડ્ઢછના હિસાબે તેમને ૨૯,૦૦૦ રૃપિયા મળશે. એટલે કે, દર મહિને ૧,૫૦૦ રૃપિયા વધુ મળશે. એવી જ રીતે, જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન (બેઝિક પેન્શન) ૩૦,૦૦૦ રૃપિયા હોય તો DR ૫૫%ના હિસાબે ૧૬,૫૦૦ રૃપિયા હતું. હવે ૫૮%ના હિસાબે ૧૭,૪૦૦ રૃપિયા થશે. એટલે કે, તેમને દર મહિને ૯૦૦ રૃપિયા વધારે મળશે. પગાર અને પેન્શનના હિસાબે અલગ-અલગ લોકોને અલગ-અલગ ફાયદો થશે.
આ ૭મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડ્ઢછ વધારો છે. ૭મું પગાર પંચ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. સરકારે જાન્યુઆરી ૨૦૨૫માં ૮મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે. પરંતુ, હજુ સુધી તેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR), અધ્યક્ષ અને સભ્યો નક્કી કરવામાં આવ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પગાર પંચની ભલામણો ૨૦૨૭ના અંત અથવા ૨૦૨૮ની શરૃઆતમાં લાગુ થશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
