તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
વડોદરાના ડભોઈ તાલુકામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હેરણ અને ઓરસંગ નદીઓ બે કાંઠે
આસગોલ, પરા, ધર્માપુરા અને ભિલોડીયા ગામોમાં નદીનું પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે હેરણ અને ઓરસંગ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નદીનું પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયું છે. ખાસ કરીને આસગોલ, પરા, ધર્માપુરા અને ભિલોડીયા ગામોમાં નદીનું પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નદી કિનારાના ગામોમાં આશરે 1 હજાર વીઘા ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં ખાસ કરીને કપાસ, તુવેર અને એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
