<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

સોનાનો ભાવ રૂા.૧,પપ,૦૦૦ ને વટાવી જશે

ગોલ્‍ડમેન સાકસની આગાહી : સોનાનો ભાવ દિવસે ને દિવસે કેમ વધી રહ્યો છે ?

નવી દિલ્‍હીઃ તા. ૬,  સોનાના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઔંસ દીઠ $૩૬૫૦ પર પહોંચી ગયો. આ વર્ષે તેની કિંમત ૪૦% વધી છે. જો આપણે છેલ્લા ત્રણ વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો સોનાના ભાવમાં ૧૦૯ ટકાનો વધારો થયો છે. MCX પર ૩ ઓક્‍ટોબરની ડિલિવરી સાથે સોનું શુક્રવારે ૧,૦૭,૭૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું. ગોલ્‍ડમેન સાક્‍સના મતે, આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ ૧,૫૫,૦૦૦ રૂપિયા સુધી જઈ શકે છે.

સોનાને દુનિયામાં સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને જયારે પણ દુનિયામાં કટોકટી આવે છે ત્‍યારે સોનાની ચમક વધે છે. ફુગાવા, યુએસ નાણાકીય પરિસ્‍થિતિ, ફેડ રિઝર્વની સ્‍વતંત્રતા, નબળા ડોલર અને ભૂ-રાજકીય ઉથલપાથલને કારણે સોનાના ભાવ ફરી એકવાર વધી રહ્યા છે. ભારત, તુર્કી અને ચીન સહિત વિશ્વના દ્યણા દેશોની સેન્‍ટ્રલ બેંકો તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ સતત ચોથું વર્ષ છે જયારે આ બેંકો ૧૦૦૦ ટન સોનું ખરીદવા તરફ આગળ વધી રહી છે.

સોનું કેમ વધી રહ્યું છે

તાજેતરમાં સોનું યુરોને પાછળ છોડીને બીજા ક્રમનું સૌથી મોટું વૈશ્વિક અનામત બન્‍યું છે. હવે ફક્‍ત ડોલર જ તેની આગળ બાકી છે. ૧૯૯૬ પછી આ પહેલી વાર છે જયારે સેન્‍ટ્રલ બેંકો પાસે ટ્રેઝરી કરતાં વધુ સોનું છે. વિશ્વભરની સેન્‍ટ્રલ બેંકો પાસે હાલમાં ૩૬,૦૦૦ ટન સોનું છે. ૨૦૨૨ માં કોરોના રોગચાળા અને રશિયાના યુક્રેન પર હુમલા પછી ફુગાવામાં વધારો થયા પછી, સેન્‍ટ્રલ બેંકોએ તેમના અનામતમાં સોનાનું પ્રમાણ વધાર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં, તેઓએ દર વર્ષે ૧૦૦૦ ટનથી વધુ સોનું ખરીદ્યું છે. તેમની પાસે ઼$ ૪.૫ ટ્રિલિયનનું સોનું છે જયારે ટ્રેઝરીનું મૂલ્‍ય$ ૩.૫ ટ્રિલિયન છે.

સ્‍થાનિક બજારમાં, સોના અને ચાંદીએ છેલ્લા એક વર્ષમાં નિફ્‌ટી અને સેન્‍સેક્‍સ કરતાં દ્યણું વધારે વળતર આપ્‍યું છે. આ સમયગાળા દરમિયાન, બંને બેન્‍ચમાર્ક સૂચકાંકોએ લગભગ ૩% જેટલું નકારાત્‍મક વળતર આપ્‍યું છે. આ બંને કિંમતી ધાતુઓએ એક વર્ષમાં ૪૫% થી વધુ વળતર આપ્‍યું છે અને તેમની વૃદ્ધિ લગભગ ૫૦%સુધી વધારી છે. ફેડ દ્વારા વ્‍યાજ દરમાં દ્યટાડો થવાની અપેક્ષાઓ, વધતા ભૂ-રાજકીય તણાવ અને યુએસ અર્થતંત્ર વિશે વધતી ચિંતાઓ વચ્‍ચે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.

દિલ્‍હીમાં સોના અને ચાંદીના ભાવ

તેનાથી વિપરીત, યુએસ-ભારત ટેરિફ, વિદેશી ભંડોળ દ્વારા સતત વેચાણ અને રૂપિયાની નબળાઈને લગતા મુદ્દાઓએ મળીને સ્‍થાનિક શેરના ભાવમાં દ્યટાડો કર્યો છે. પરિણામ એ આવ્‍યું છે કે સેન્‍સેક્‍સ અને નિફ્‌ટી છેલ્લા એક વર્ષમાં ભાગ્‍યે જ સારો દેખાવ કરી શક્‍યા છે. નિષ્‍ણાતો કહે છે કે આ સૂચવે છે કે સોના અને ચાંદીમાં હાલની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેવાની શક્‍યતા છે.

સ્‍ટોકિસ્‍ટો દ્વારા નવી ખરીદી અને મજબૂત વૈશ્વિક વલણોને કારણે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન બજારમાં સોનાનો ભાવ ૯૦૦ રૂપિયા વધીને ૧,૦૬,૯૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના રેકોર્ડ સ્‍તરે પહોંચ્‍યો હતો. ગુરુવારે, ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૧,૦૦૦ રૂપિયા દ્યટીને ૧,૦૬,૦૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. વેપારીઓએ જણાવ્‍યું હતું કે ફેડરલ રિઝર્વ ૧૬-૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનારી તેની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વ્‍યાજ દરોમાં દ્યટાડો કરવાનું પસંદ કરે તેવી શક્‍યતા વચ્‍ચે તેજીનો ટ્રેન્‍ડ વેગ પકડી રહ્યો છે.

કોની પાસે સૌથી વધુ સોનું છે.

ઓલ ઇન્‍ડિયા સરાફા એસોસિએશન અનુસાર, ૯૯.૫ ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ શુક્રવારે ૯૦૦ રૂપિયા વધીને ૧,૦૬,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ (બધા કર સહિત) થયું, જયારે અગાઉનો બંધ ભાવ ૧૦ ગ્રામ ૧,૦૫,૨૦૦ રૂપિયા હતો. સરાફા એસોસિએશન અનુસાર, શુક્રવારે ચાંદીના ભાવ ૧,૨૫,૬૦૦ રૂપિયા પ્રતિ કિલો (બધા કર સહિત) હતા.

(4:58 PM IST)