તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
ત્રંબાના રેવન્યુ સર્વે નં. ૧૪૭ સંબંધે કોર્ટનો મહત્વનો ચુકાદો કરોડોની મિલ્કતના બક્ષિસ દસ્તાવેજો રદ કરવાનો દાવો રદ
વર્ષો બાદ થયેલ આવા દાવાને સમય મર્યાદાનો બાધ નડે છેઃ અર્જુન પટેલની સફળ રજુઆત

રાજકોટ, તા. ૬: ત્રંબાના રેવન્યુ સર્વે નં. ૧૪૭ સંબંધે અદાલતનો મહત્વનો ચુકાદો આપી ત્રંબાની કરોડો રૂપીયાની કિંમતી મિલ્કતના બક્ષિક્ષ દસ્તાવેજો રદ કરવાનો દાવો રદ કર્યો હતો.
આ કેસની હકીક્ત એવી છે કે રાજકોટ તાલુકાના ગામ ત્રંબાના રહીશ પરસોતમભાઈ પરબતભાઈ ગાપસીયા એ એવા મતલબનો દાવો દાખલ કરેલ કે ત્રંબાના રેવન્યુ સર્વે નં. ૧૪૭ ની જમીન એકર ૭-૧૫ ગુંઠા તેની માલીકીની અને કબજાની આવેલી છે. તેમની અભણતા અને અજ્ઞાનતાનો ગેરલાભ લઈ છળકપટ કરી તેની પાસેથી જુદા જુદા બે બક્ષિસ દસ્તાવેજ અનુક્રમ નં. ૩૬૫૪, તા. ૨૫-૦૩-૯૦ ના રોજ તથા અનુ નં. ૪૭૫૪, તા.૧૦-૦૪-૯૧ ના રોજ બોગસ રાજકોટના રહીશ કિરીટભાઈ નથુભાઈ પરસાણાએ કરાવી લીધેલ છે. વધુમાં દાવામાં એવી તકરાર લેવામાં આવેલી કે તેઓ કયારેય પણ સબ રજીસ્ટ્રાર કચેરીએ આવો દસ્તાવેજ કરવા માટે ગયેલ નથી અને દસ્તાવેજમાં કરવામાં આવેલી તેની સહી બોગસ બનાવટી છે.
આ કેસમાં પ્રતિવાદી કિરીટભાઈ નથુભાઈ પરસાણા તરફે રાજકોટના ધારાશાષાી અર્જુન પટેલ મારફતે દાવાનો જવાબ રજુ કરી આ કેસ આગળ ચલાવવામાં આવેલ. કેસ ચાલી જતા બંન્ને પક્ષકારોના પુરાવા તેમજ દલીલો ધ્યાને લઈ રાજકોટના ૮-માં અધિક સીનીયર સીવીલ જજ આઈ.એમ.શેખ મેડમે રદ કરતા લંબાણપુર્વકનો ઐતહાસીક ચુકાદો આપતા ઠરાવેલ છે કે, આ બંને ગીફટ ડીડ રજીસ્ટ્રર દસ્તાવેજો છે જેથી કાયદા અન્વયે આવા દસ્તાવેજો સાચા જ છે તેવુ અનુમાન થશે અને આવુ અનુમાનનુ ખંડન કરવાની જવાબદારી વાદી તરકે રહેલી છે. વાદી તરફે એવા કોઈ પુરાવા અદાલત સમક્ષ રજુ થયેલા નથી કે જેનાથી એવા નિર્ણય ઉપર આવી શકાય કે આ દસ્તાવેજો બોગસ બનાવવામાં આવેલા છે.
આ દાવાના કામે વાદી દ્વારા હેન્ડરાઈટીંગ એક્સપર્ટનો રીપોર્ટ રજુ કરી દસ્તાવેજમાં પરસોતમભાઈ ત્રાપસીયાની ખોટી સહી છે તેવુ પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ અદાલતે સુપીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓનો સિધ્ધાંત ધ્યાને લઈ હેન્ડરાઈટીંગ એકસપર્ટના ઓપીનીયન ઉપર રીલાય કરવાનુ મુલત્વી રાખેલ કારણકે આ ઓપીનીયન સાબીત કરવા માટે હેન્ડરાઈટીંગ એકસ્પર્ટને તપાસવામાં આવેલા નહી. અદાલતે અર્જુન પટેલ એડવોકેટની એવી દલીલ ગ્રાહય રાખેલ કે આ બંને બક્ષિસ દસ્તાવેજો વર્ષઃ- ૧૯૯૦-૧૯૯૧ ના રોજના છે અને હાલનો આ દાવો વર્ષ ૨૦૧૮ માં એટલે કે ૧૭ વર્ષ બાદ દાખલ થયેલ છે આ બંને ગીફટ ડીડના આધારે ત્રંબા ગામના હકકપત્રકે કિરીટભાઈ નથુભાઈ પરસાણા અને ત્યારબાદના ખરીદનારાઓના નામે રેવન્યુ રેકર્ડે એન્ટ્રી પડી ગયેલ છે અને પ્રમાણીત થયેલ છે ત્યારે ૩ વર્ષ બાદ આવા દાવા ને સમય મર્યાદાન બાધ નડે છે. અદાલતે વધુમાં નોંધેલ છે કે આ વાદી દાવાવાળી મિલ્કતમાં પોતાનો માલીકી હકક અને કબજો સાબીત કરવામાં નિષ્ફળ નીવળેલ છે જેથી વાઢીનો દાવો અદાલત રદ કરેલ છે અને આ બંને ગીફડ ડીડ માન્ય ઠરાવેલ છે.આ કેસમાં પ્રતિવાદી કિરીટભાઈ નથુભાઈ પરસાણા વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાષાીશ્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ.પાનસુરીયા અને આકાંક્ષા એચ. રાજદેવ રોકાયેલ હતા.
(4:53 PM IST)










