તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
સાધુ વેશમાં રહેતો અસારવા ટ્રસ્ટના બોગસ ટ્રસ્ટીને અમદાવાદ પોલીસે ઝડપી પાડયો
સનાતન ધર્મના સાર્વજનિક ટ્રસ્ટની મિલ્કતમાં બોગસ ટ્રસ્ટીનું નામ ઘુસાડી કરોડોની મિલ્કતો વેંચી મારી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૬: ગુજરાતમાં બોગસ તબીબો, બોગસ પોલીસ, બોગસ ડે કલેકટર હવે બોગસ સાધુને બોગસ ટ્રસ્ટી બની ફરતો સાધુ વેશ ધારી આરોપીને શાહીબાગ અમદાવાદ પોલીસે ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદની હકકીકત મુજબ ધોળકા ખાતે રહેતા ને સાધુ જીવન જીવતા બ્રહ્મચાર પુરષોમાનંદ ગુરુ દયાનંદ ટ્રસ્ટી ચરિત્રાનંદ દયાનંદ ટ્રસ્ટ અસારવા અમદાવાદએ ફરિયાદમાં જણાવેલ કે, તેઓ વર્ષ ૨૦૧૦ પહેલાં ૧૫ વર્ષથી એટલે કે ૩૦ વર્ષ પહેલાંથી અસારવા ટ્રસ્ટની ૫ એકર જમીનમાં આવેલ શિવ મંદિરની ગુરૂ દયાનંદ સાથે પૂજા પાઠ સેવા પૂજા કરતા ત્યાર બાદ ૨૦૧૦માં એક સાધુ વેશમાં ગુરુ દયાનંદ પૂર્ણાનંદ બ્રહ્મચારી આવેલ ને મારા ગુરુ દયાનંદજીએ તે વ્યક્તિનું નામને ઓળખ પૂછતાં તેણે ચૂંટણી કાર્ડ તથા અખાડાનો લેટર બતાવેલ જેમાં તે પૂર્ણાંનંદ ગુરુ ગોપાલાનંદનો શિષ્ય હોવાનું કાર્ડ અને અખાડાનો લેટર બતાવેલ ત્યારે અમોએ મંદિરે આશરો આપેલ ત્યારથી તે અહીં મંદિર પર રહેતો.
ત્યાર બાદ બે માસ બાદ મારે અન્ય ગુરુ ભાઈ સાધુ સાથે મારે ઉજ્જૈન જવાનું થયેલ ત્યાં અમો ઉજ્જૈન ગયેલ પાછળથી આ પૂર્ણાંનંદનો કોલ આવેલ કે તમારા ગુરુ દયાનંદનું અવસાન થયેલ છે તમે આવો મેં કીધું તેમને સમાધિ હું આવું પછી જ આપજો હું તુરંત બીજે દિવસે આવેલ ત્યાં મારા ગુરુ દયાનંદની અમદાવાદના સ્મશાન ગળહમાં અંતિમ વિધિ કરી નાખી હોઈ મેં વિરોધ કરેલ અને પુછેલ કે તમોએ સ્મશાનમાં દેનક્રિયા કેમ દીધી સમાધિ આપવાની હોઈ ગુરુની તથા દયાનંદનું અવસાન કઈ બીમારીથી થયું એ જણાવો તો જવાબ આપેલ નહિ. ત્યાર બાદ બે દિવસ પછી અમુક અજાણ્યા શખ્સો તથા આ પૂર્ણાંનંદએ મને માર મારી મંદિરમાંથી કાઢી મુકેલ ત્યારથી હું માનસિક ડિપ્રેશનમાં તથા ડરનો માર્યો અમદાવાદ છોડીને જતો રહેલને ધોળકા નજીક મંદિરમાં સેવા પૂજન કરી જીવન વિતાવતો હતો.
થોડાક સમય અગાઉ અસારવા મંદિરની જગ્યામાં રહેતા ભાડુઆતોએ મને જાણ કરેલ કે તમારા ટ્રસ્ટની જગ્યા કે જે ૧૦૦ કરોડથી વધુ રકમની છે તે વેચવા મુકેલ છે એટલે મેં કીધું આવું કેમ ટ્રસ્ટી તો હું છું મારી સહી વગર આવું થોડું વેચાણ થાય એટલે મેં અને ભાડુઆતો એ ચેરિટીમાં તપાસ કરેલ અને જમીનના કાગળોની તપાસ કરાવેલ તો ખબર પડેલ કે આ પૂર્ણાંનંદ ગુરુ ગોપાલનંદએ સીટી સર્વેમાં પોતાનું નામ ચડાવી દીધેલ હોઈ જેથી વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આ પૂર્ણાંનંદ દ્વારા ખોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેમાં પૂર્ણાંનંદ ગુરુ દયાનંદ વાળું બનાવી બોગસ ટ્રસ્ટી બનેલ અને ચેરિટી કમિશનરનો બોગસ હુકમ રજૂ કરી સિટી સર્વેમાં પોતાનુ નામ ચડાવી દીધેલ જે જાણ થતાં ફરિયાદ આધારે શાહીબાગ પોલીસે કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ હેઠળ ગુન્હો દાખલ કરી શાહીબાગ પોલીસના ડી સ્ટાફ દ્વારા આરોપીને ગણત્રીની કલાકોમાં ઝડપી લીધો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આરોપી સાધુ વેશમાં પોતે અગ્નિ અખાડાનો સાધુ હોઈ વાસ્તવમાં અગ્નિ અખાડામાં સાધુ બ્રહ્મચારી જ હોઈ સંસારી ન હોઈ. વાસ્તવમાં આ રહેઠાણની જગ્યા એ બે બેસ્ત્રીઓ સાથે રહેતો હોય ઉપરાંત અગ્નિ અખાડાએ ઘણા વર્ષો પહેલા અખાડામાંથી દૂર કર્યો હતો તથા અસારવામાં બોગસ ટ્રસ્ટી બનીને કરોડોની જમીન પચાવવાનું કાવતરું રચ્યું હતું.
વધુ જાણવા મળ્યા મુજબ ધોળકા ખાતે આવેલ એક સનાતન ધર્મના સાર્વજનિક ટ્રસ્ટમાં પણ આજ રીતે બોગસ નામ ધારણ કરી ટ્રસ્ટીમાં ઘુસી કરોડોની જમીન આ શખ્સે વેચી નાખી હોવાનું પણ સામે આવેલ છે આજ રીતે સૌરાષ્ટ્રના જુનાગઢ તથા અન્ય સનાતન ધર્મના ટ્રસ્ટ કે જે વર્ષો જૂનું ટ્રસ્ટ હોય ને ટ્રસ્ટીઓના અવસાન થયા હોય એવી મિલ્કતો વાળા ટ્રસ્ટની RTI કરી વિગતો મેળવીને એ નામ જાણીને બોગસ એન્ટ્રી કરી આ ટ્રસ્ટની મિલ્કતો પચાવતો હતો, વધુમાં આરોપીના રિમાન્ડ બાદ વિગતો સામે આવશે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
