તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th September 2025
શિતલપાર્ક પાસે જમીન કપાત વળતરની દરખાસ્ત ત્રીજી વખત પેન્ડિંગઃ અનેક તર્ક વિતર્કો
સાંસદ સહિતના અરજદારોના જમીન કપાત વળતરનો પ્રશ્ન લટકયો

રાજકોટ તા.૬: આજ રોજ મળેલ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૨૨ દરખાસ્ત પૈકી શીતલપાર્ક રોડ પહોંળો કરતા અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર અંગેની દરખાસ્ત ત્રીજી વખત ચર્ચાના નામે પેન્ડિંગ રાખવામાં આવતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવેલ ૨૨ દરખાસ્ત પૈકી નગર રચના યોજના નવમાં સમાવિષ્ટ આખરી ખંડ ૩૨૯ તથા ૩૨૧માં ટીપી રસ્તાને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મૂકયા બાદ આઠ મીલકત કપાતમાં આવતી હતી. જેઓને વળતર આપવા માટે બેઠક યોજવામાં આવેલ જેથી પાંચ જમીનોના માલીકોએ વળતર મેળવી દીધેલ ત્યાર બાદ એક પ્લોટ ધારક તથા ભાજપ કાર્યાલય અને કલેક્ટર વિભાગ હસ્તકના એક ખાલી પ્લોટનો નિર્ણય બાકી રહેલ.
અગાઉની સ્ટેન્ડિંગમા સ્ટેન્ડિંગ સભ્યોએ જણાવેલ કે તમામને એક ફોર્મેટમાં વળતર કેમ નથી અપાતુ અલગ અલગ સ્થળે જગ્યા સામે જગ્યા ફાળવામાં ન આવે આથી બાકી રહી ગયેલ ત્રણ મિલકત ધારકોનું કોકડું ગુંચાવાયુ હતું. જે પૈકી એક મીકલત ધારકે વૈકલ્પિક વળતર માટે સમંતી આપવા છતાં છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગથી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી રહી છે.
આમ ત્રણ વખત દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવતા તરહ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. સાંસદ સહિતના અરજદારોનો વળતરનો પ્રશ્ન લટકયો છે.
(4:45 PM IST)










