<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ભારતે સૌથી વધુ ૮ વખત એશિયા કપની ટ્રોફી જીતી છેઃ ટી૨૦ રેન્‍કીંગમાં ટોચના સ્‍થાને

ભારતના મેચો ૧૦સપ્‍ટેમ્‍બર - ભારત Vs યુએઈ ૧૪ સપ્‍ટેમ્‍બર - ભારત Vs પાકિસ્‍તાન ૧૯ સપ્‍ટેમ્‍બર - ભારત Vs ઓમાન

 

નવી દિલ્‍હીઃ એશિયા કપ ૨૦૨૫ની પહેલી મેચ ૯ સપ્‍ટેમ્‍બરે અફઘાનિસ્‍તાન અને હોંગકોંગ વચ્‍ચે રમાશે. પહેલી વાર આ એશિયન ટુર્નામેન્‍ટમાં ૮ ટીમો ભાગ લેશે. ટીમ ઈન્‍ડિયા ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન તરીકે મેદાનમાં ઉતરશે. જેની નજર નવમા ટાઇટલ પર રહેશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્‍ડિયા ૧૦ સપ્‍ટેમ્‍બરે પોતાની પહેલી મેચ રમવા જઈ રહી છે. ભારત, પાકિસ્‍તાન, ઓમાન અને યુએઈને ગ્રુપ એમાં રાખવામાં આવ્‍યા છે જ્‍યારે શ્રીલંકા, બાંગ્‍લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્‍તાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્‍યા છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની મેચ ૧૪ સપ્‍ટેમ્‍બરે દુબઈ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમમાં રમાશે. એશિયા કપના ઇતિહાસમાં અત્‍યાર સુધી ભારત અને પાકિસ્‍તાન ૧૮ વખત ટકરાયા છે જેમાંથી ટીમ ઇન્‍ડિયા ૧૦ વખત જીતી છે. પાકિસ્‍તાન ૬ વખત વિજયી રહ્યું છે અને તેમની બે એશિયા કપ મેચનું કોઈ પરિણામ આવ્‍યું નથી. ભારત એશિયા કપમાં પોતાની પહેલી મેચ ૧૦ સપ્‍ટેમ્‍બરે સંયુક્‍ત આરબ અમીરાત (યુએઇ) સામે રમશે. ત્‍યારબાદ ૧૪ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાન સાથે ટક્કર થશે અને ગ્રુપ એની છેલ્‍લી મેચમાં ભારત ઓમાન સાથે ટકરાશે.

એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ ફાઇનલ રમનાર ટીમ શ્રીલંકા છે જેણે અત્‍યાર સુધીમાં ૧૩ ફાઇનલ રમી છે પરંતુ ભારતે સૌથી વધુ ટાઇટલ જીત્‍યા છે. ટીમ ઇન્‍ડિયા અત્‍યાર સુધીમાં ૧૧ વખત એશિયા કપ ફાઇનલમાં પહોંચી છે જેમાંથી તેણે ૮ વખત ટ્રોફી જીતી છે. ભારત ટી૨૦ રેન્‍કિંગમાં વિશ્વનો નંબર વન દેશ છે અને એશિયા કપનો ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન પણ છે તેથી આ વખતે ભારત ૯મી વખત એશિયા કપનો ખિતાબ જીતી શકે છે.

ટીમ ઈન્‍ડિયાઃ સૂર્યકુમાર યાદવ (કેપ્‍ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્‍યા, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ

(4:52 PM IST)