<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ફ્રાન્સમાં હિંસાને પગલે હજારોની ધરપકડ : વધુ વિરોધપ્રદર્શનની તૈયારી: મોંઘવારી અને જાહેર સેવાઓના પ્રશ્ને ભારે અસંતોષ : શનિવારે ફરી મોટા પ્રદર્શનની શક્યતાથી સરકાર અને પોલીસ સતર્ક

પેરિસ, તા. ૨૨ : ફ્રાન્સમાં ૧૭ ઓક્ટોબરે થયેલી વ્યાપક હિંસા બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો લોકોની ધરપકડના અહેવાલ છે. આગામી વિરોધપ્રદર્શન દરમિયાન ફરી હિંસા ન થાય તે માટે સરકાર તૈયારી કરી રહી છે.

 

ફ્રાન્સના વિવિધ શહેરોમાં થયેલી હિંસાને પગલે રાષ્ટ્રપતિ મેક્રોનની સરકાર સામે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર ઊભો થયો છે.

 

મોંઘવારી, શિક્ષણની સમસ્યાઓ અને જાહેર સેવાઓમાં કાપ સામે શરૂ થયેલા વિરોધપ્રદર્શનો દરમિયાન પેરિસ સહિત અનેક શહેરોમાં પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણો થઈ હતી. અનેક વાહનો તથા જાહેર મિલકતોને આગ ચાંપવામાં આવી હતી અને દુકાનોમાં લૂંટફાટની ઘટનાઓ નોંધાઈ હતી.

 

તાજેતરના અહેવાલો અનુસાર લગભગ ૨,૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૯૦૦થી વધુ લોકો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

મેક્રોને જણાવ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ અરાજકતા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આગામી શનિવારના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સાથે ઉચ્ચસ્તરીય ચર્ચા કરવાની પણ તૈયારી છે.

(9:37 AM IST)