<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દેશના ૧૬૧ મુખ્ય જળાશયોમાં જળસ્તર ઘટીને માત્ર ૨૮ ટકા થયું, પશ્ચિમ અને મધ્ય ભારતમાં જળ સંકટ ઘેરાયું; ભૂગર્ભ જળ પર પણ ભારે દબાણ નબળું ચોમાસું અને ઈરાન સંકટ: ખેડૂતો અને સામાન્ય જનતા પર મોંઘવારીની બેવડી મારનો ખતરો: હાલનું જળસ્તર છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતા પણ નીચું : જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ પાકની વાવણી ખોરવાશે, જેનાથી ડુંગળી, બટાકા અને ટામેટાં જેવા શાકભાજીના ભાવમાં ૩૭ ટકા સુધીનો તોતિંગ ઉછાળો આવી શકે છે ગલ્ફ દેશોમાં તણાવથી ખાતર અને ક્રૂડ મોંઘુ થતા ખેતીનો ખર્ચ વધશે; જોકે સરકારના વિશાળ અનાજ બફર સ્ટોક અને પાક વીમા યોજનાના કારણે ભારત દુષ્કાળ સામે લડવા અગાઉ કરતા વધુ સજ્જ9:23 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST