<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

“અમરેલી સુરક્ષા કવચ” અભિયાન શરૂ :બહારના રાજ્ય અને જિલ્લાઓમાંથી રોજગારી માટે આવતા મજૂરો અને કારીગરોનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે

અમરેલી જિલ્લા પોલીસની ટીમો ગામો, વાડીઓ, દુકાનો અને ઔદ્યોગિક એકમોમાં જઈ મજૂરોની માહિતી એકત્ર કરી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ ગુનો બને તો તેની તપાસ વધુ અસરકારક રીતે થઈ શકે.

અમરેલી જિલ્લામા બહારના રાજ્ય અને જિલ્લાઓમાંથી રોજગારી માટે આવતા મજૂરો અને કારીગરોનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવા SPએ “અમરેલી સુરક્ષા કવચ” અભિયાન શરૂ કર્યું ગુનાખોરી અટકાવવા અને ગુનાઓના ઝડપી ડિટેક્શન માટે જિલ્લા પોલીસ હવે ગામે-ગામ અને વાડીએ-વાડીએ પહોંચી મજૂરોની વિગતો એકત્ર કરી રહી છે. 

   અમરેલી જિલ્લામાં ખેતી, ઉદ્યોગો અને અન્ય વ્યવસાયોમાં મોટી સંખ્યામાં બહારના રાજ્ય અને જિલ્લાઓમાંથી મજૂરો તથા કારીગરો કામ કરવા આવે છે. ભૂતકાળમાં કેટલાક ગુનાઓમાં આવા લોકોની સંડોવણી સામે આવતા તેમની ઓળખ અને માહિતી ઝડપથી મેળવવામાં મુશ્કેલી પડતી હતી આ સમસ્યાના નિરાકરણ માટે અમરેલી જિલ્લા પોલીસે “અમરેલી સુરક્ષા કવચ” નામની વિશેષ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશન દ્વારા મજૂરોના મૂળ વતન, પરિવાર, ઓળખપત્રો, બેંક વિગતો, વાહનો અને અન્ય જરૂરી માહિતીનું ડિજિટલ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.અમરેલી જિલ્લા પોલીસની ટીમો ગામો, વાડીઓ, દુકાનો અને ઔદ્યોગિક એકમોમાં જઈ મજૂરોની માહિતી એકત્ર કરી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ ગુનો બને તો તેની તપાસ વધુ અસરકારક રીતે થઈ શકે.

(6:07 PM IST)