News of Sunday, 21st June 2026
છેલ્લા ૯ વર્ષથી સીટી સી ડીવી.પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતા-ફરતા આરોપી લાખા કોડિયાતાર પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ- જામનગર
બાતમીના આધારે ભાણવડ જામ ખંભાળીયા હાઇવે રોડ રવિરાજ હોટલ પાસેથી આરોપીને ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ તથા જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા
તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, દિલીપસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ટ, નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ૭૫૧/૨૦૧૭પ્રોહી કલમ ૬૫(ઈ), ૧૧૬(બી),૮૧ ગુનામાં છેલ્લા ૦૯ વર્ષથી નાસતા-ફરતા આરોપી- લાખા રામાભાઇ કોડીયાતર રહે.રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળો ભાણવડ, જામખંભાળીયા હાઇવે રોડ, રવિરાજ હોટલ પાસે હાજર હોવાની બાતમી હકીકત મળતા સદરહું જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ત્યાં હાજર મળી આવેલ હોય જેને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. સોંપી આપેલ છે.
આ કામગીરી એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના I/C પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
