News of Sunday, 21st June 2026
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી : ગોંડલ જામવાડી GIDC માં દરોડા પાડીને 1 કરોડ 90 લાખનો જથ્થો સીઝ કર્યો
મિસરી સ્પાઈસીસ નામની કંપનીમાંથી 79,900 કિલો મસાલો અને લોટ જપ્ત કર્યો: મસાલા અને લોટના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા

રાજકોટમાં ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. મસાલામાં ભેળસેળ ની શંકાએ 1.90 કરોડનો જથ્થો સીઝ કરાયો છે. બે દિવસ પહેલા પણ જામવાડી જીઆઇડીસીમાં આવેલ સત્યમ મસાલાની ફેક્ટરીમાં ફૂડની ટિમેં દરોડા કર્યા હતા. મિસરી સ્પાઈસીસ નામની કંપનીમાંથી 79,900 કિલો મસાલો અને લોટ જપ્ત કર્યો હતો. મસાલા અને લોટના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા હતા. મોટા પ્રમાણમાં લાયસન્સ વગરના મસાલાનું વેચાણ થતું હતું. મસાલામાં ધાણાનો પાવડર, ચોખાનો લોટ, મરચાનો પાવડર, મકાઈનો લોટ, હળદળ અને પામતેલનો જથ્થો સીઝ કરાયો છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
