તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
અંજાર PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં ભીષણ આગઃ વીજ કંપનીના વર્ષો જૂના દસ્તાવેજ બળીને ખાખ
ઘટનાની જાણ થતાં જ અંજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી

કચ્છઃ કચ્છના અંજાર શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંજાર સ્થિત PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ઓફિસ સમય દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા જ કચેરીના સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ એટલી ગંભીર હતી કે, જોતજોતામાં સમગ્ર રેકોર્ડ રૂમને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનાને કારણે રેકોર્ડ રૂમમાં રાખવામાં આવેલા વીજ કંપનીના વર્ષો જૂના મહત્વના સરકારી દસ્તાવેજો, ફાઈલો અને અન્ય રેકોર્ડને ભારે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ અંજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
