<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ગાંધીનગરના અત્યંત વ્યસ્ત એવા 'ચ' રોડને 49.59 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ અને મોડલ રોડ તરીકે વિકસાવવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે 49 કરોડ 59 લાખના માતબર બજેટને સત્તાવાર મંજૂરી આપી દેવાઈ

ગાંધીનગરના સર્વાંગી વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે, જે અંતર્ગત શહેરના વ્યસ્ત એવા 'ચ' રોડને હવે સ્માર્ટ રોડ અને મોડલ રોડ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે 49 કરોડ 59 લાખના માતબર બજેટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આ અંગે લાંબા સમયથી રજૂઆત અને માંગ કરવામાં આવી રહી હતી, જેનો સ્વીકાર કરીને સરકારે પાટનગરને આ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ આપી છે.  

(7:10 PM IST)