<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત: બાઈક-રિક્ષાને કારની ટક્કરથી બે યુવકોના મોત

ભિલોડા નજીક સર્જાયેલી દુર્ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો: વિસ્તારમાં શોકની લાગણી

અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક કાર બાઈક અને રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(1:28 PM IST)