<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

NEET રિ-એક્ઝામ માટે રાજકોટમાં લોખંડી બંદોબસ્ત, વિદ્યાર્થીઓ કડક સુરક્ષા વચ્ચે આપશે પરીક્ષા

પેપર લીક વિવાદ બાદ તંત્ર સતર્ક, ઉમેદવારોએ પારદર્શક પરીક્ષા પ્રક્રિયાની વ્યક્ત કરી આશા

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ બાદ આયોજિત રિ-એક્ઝામ માટે રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત, CCTV દેખરેખ, બાયોમેટ્રિક ચકાસણી તેમજ ઉમેદવારોની સઘન તપાસ સહિતના ખાસ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

 

પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓથી મહેનતુ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. જોકે રિ-એક્ઝામ માટે કરાયેલી સુરક્ષા વ્યવસ્થાને લઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ વખતે પરીક્ષા નિષ્પક્ષ રીતે યોજાશે તેવી આશા વ્યક્ત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા આપવી પડતા માનસિક દબાણ વધ્યું છે, છતાં તેઓ સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા આપવા આવ્યા છે.

 

પેપર લીકના વિવાદ બાદ સમગ્ર દેશમાં પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજકોટ સહિત વિવિધ કેન્દ્રો પર તંત્ર કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સાવચેત બન્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન નિયમોના કડક પાલનની સાથે સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી ઉમેદવારોને પારદર્શક અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે.

(1:19 PM IST)