<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અમદાવાદમાં NEET ની પુનઃ પરીક્ષામાં ગળામાં દોરા-કંઠી કે કાનમાં બાલી પહેરીને વિદ્યાર્થીઓને ના જવા દેવાતા હોબાળો

વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની લાગણી સાથે વાલીઓનો હોબાળો મચાવ્યો : પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો કરી રહેલ વાલીઓને પોલીસે દૂર કર્યા

અમદાવાદમાં, RE-NEET ની પરીક્ષામાં આર જે ટીબ્રેવાલ કોલેજમાં હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલા દોરા, કાનની બાલી પહેરીને ના જવા દેતા હોબાળો મચ્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિઝાબ પહેરી પ્રવેશ આપતા વાલીઓ અકળાયા હતા. વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની લાગણી સાથે વાલીઓનો હોબાળો મચાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો કરી રહેલ વાલીઓને પોલીસે દૂર કર્યા હતા  NTA ની ગાઈડલાઈન મુજબ બ્રેસલેટ પહેરી જવા પ્રતિબંધ છે. હિજાબ-કિરપાલ પહેરી જવા NTA એ મંજૂરી આપેલી છે. પરંતુ ગળામાં ધારણ કરેલ કંઠી કે દોરા બાબતે કોઈ સ્પષ્ટતા નથી.

(6:05 PM IST)