News of Sunday, 21st June 2026
પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક SOGનો સપાટો: 618 ગ્રામ ચરસ સાથે બે આરોપીઓની ધરપકડ
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી

પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના કાળા કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદરની સુરુચિ સ્કૂલ સામે આવેલા શીતલ પાર્ક વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને 618 ગ્રામ ચરસના જથ્થા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ રેડ દરમિયાન પોલીસે કુલ રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ લક્ષિત હરીશભાઈ સીંધવ અને ધનંજય ઉર્ફે ધ્રુવ જગદીશભાઈ મોતિવરસ વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
