<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

પાટણ એલસીબી પોલીસે દેલમાલ ગામેથી નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો : બે લોકોની ધરપકડ

આ બંને આરોપીઓ ગામમાં આવેલી શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાં કલર પ્રિન્ટરની મદદથી 500 ના દરની નકલી નોટોનું પ્રિન્ટિંગ કરતા:પકડાયેલા આરોપીઓમાં નિકુલજી ઠાકોર અને એક બાળ કિશોરનો સમાવેશ

પાટણ એલસીબી પોલીસે દેલમાલ ગામેથી નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કરીને બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ગામમાં આવેલી શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્ષની દુકાનમાં કલર પ્રિન્ટરની મદદથી 500 ના દરની નકલી નોટોનું પ્રિન્ટિંગ કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં નિકુલજી ઠાકોર અને એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ દિલ્હીમાં આંગડિયા પેઢીમાં કામ કરતો હતો, જ્યાં તેને નકલી નોટો સપ્લાય કરવાની ડીલ મળી હતી. પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ₹500ના દરની 492 નકલી નોટો (કુલ કિંમત ₹2,46,000 ફેસ વેલ્યુ) સહિત કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, ઇંક, મોબાઈલ અને વાહન મળીને કુલ ₹1,01,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાટણ DySP પરેશ રેણુકાના જણાવ્યા અનુસાર, આ ગુનાના તાર દિલ્હી અને અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે. આ કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ ધીરજ ચૌહાણ, કૈલાશ અને પપ્પુ ઠાકોરને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

(8:41 PM IST)