News of Sunday, 21st June 2026
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી
રાજ્યના વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થા તેમજ આગામી સરકારી નીતિઓ અંગે ચર્ચા: મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ઉત્સુકતા

ઉત્તર પ્રદેશના રાજકારણ અને વહીવટી મોરચેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનૌ સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે એક મહત્વપૂર્ણ મુલાકાત કરી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન રાજ્યના વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થા તેમજ આગામી સરકારી નીતિઓ અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
