તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: કાર પલટી જતાં સાળા-બનેવીના કરુણ મોત
ગોધરા-શેહરા રોડ પર સર્જાયેલી દુર્ઘટનામાં બેને જીવ ગુમાવ્યા: અન્ય બે લોકોને ઈજા થતાં સારવાર હેઠળ

પંચમહાલ જિલ્લાના ગોધરા-શેહરા રોડ પર સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સાળા અને બનેવીના કરુણ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ કાર અચાનક અનિયંત્રિત બની જતા પલટી મારી ગઈ હતી, જેના કારણે વાહનમાં સવાર ચાર લોકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
