<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

પુલના સમારકામ માટે ટ્રેન વ્યવહારમાં ફેરફાર: પોરબંદર-દાદર અને સિકંદરાબાદ એક્સપ્રેસ મોડી દોડશે

મુસાફરો નોંધ લે: રેલવે બ્રિજનું મજબૂતીકરણ કાર્ય હાથ ધરાતા ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, કામગીરીના કારણે પોરબંદરથી ઉપડતી બે મહત્વની ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી રવાના થશે

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા બિલિમોરા જંક્શન–અમલસાડ સેક્શન પરના બ્રિજ નં. 369 પર આધુનિક પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ સ્લેબ ઇન્સ્ટોલ કરવાના સુરક્ષાત્મક કાર્યને પગલે 23 અને 24 જૂનના રોજ બ્લોક લેવામાં આવતા પોરબંદરથી ઉપડતી બે એક્સપ્રેસ ટ્રેનોને રિશેડ્યુલ કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, કામગીરીના કારણે ટ્રેન સંખ્યા 19016 પોરબંદર–દાદર એક્સપ્રેસ (22 જૂન) દોઢ કલાક અને ટ્રેન સંખ્યા 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ (23 જૂન) બે કલાક મોડી ઉપડશે.

રેલવેની આ માળખાકીય સુરક્ષા કામગીરીના કારણે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને અસુવિધા ન થાય તે માટે મુસાફરી શરૂ કરતા પહેલા enquiry.indianrail.gov.in અથવા NTES એપ પર ટ્રેનનું સ્ટેટસ તપાસી લેવા રેલ પ્રશાસન દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે.

(12:59 AM IST)