<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

કચ્છના અંજારમાંથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

SOG ગાંધીધામે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી મહિલાને ઝડપી પાડી

કચ્છના અંજારમાંથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. SOG ગાંધીધામે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી મહિલાને ઝડપી પાડી છે. મેઘપર કુંભારડીના કપિલેશ્વરનગર વિસ્તારમાંથી મહિલાને ડિટેઇન કરવામાં આવી છે. મહિલાની ઓળખ ફરઝાના અબ્દુલ્લા શેખ તરીકે થઈ છે. મૂળ વતન બાંગ્લાદેશના ગાલીમપુર ગામનું હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે મહિલાની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

   પૂર્વ કચ્છ એસઓજીની ટીમે અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી અનઅધિકૃત રીતે વસવાટ કરતી ફરઝાના ડો/ઓ અબ્દુલા શેખ (ઉ.વ. 22) નામની બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. આરોપી મૂળ બાંગ્લાદેશના કોમીલા જિલ્લાના ગાલીમપુર ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઈન્ચાર્જ PI બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

(9:54 PM IST)