તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
યુએસ-ઈરાન ઉચ્ચ સ્તરીય ઐતિહાસિક બેઠકનો પ્રથમ તબક્કો 80 મિનિટની ચર્ચા બાદ આંતરિક પરામર્શ માટે સ્થગિત કરાયો
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મુજબ ઈરાન સાથેના સંબંધોમાં 'નવું પ્રકરણ' શરૂ કરવા વાત ઉચ્ચારી બીજીતરફ ટ્ર્મપે ઈરાનને નવી ધમકી આપી

પશ્ચિમ એશિયાના સંઘર્ષને ડામવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતા સાથે શરૂ થયેલી યુએસ-ઈરાન ઉચ્ચ સ્તરીય ઐતિહાસિક બેઠકનો પ્રથમ તબક્કો 80 મિનિટની ચર્ચા બાદ આંતરિક પરામર્શ માટે સ્થગિત કરાયો છે,
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મુજબ ઈરાન સાથેના સંબંધોમાં 'નવું પ્રકરણ' શરૂ કરવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સહિત 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જેવા જટિલ મુદ્દાઓ ઉકેલવા તૈયારી દર્શાવી છે;
જોકે બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પરથી અત્યંત કડક વલણ અપનાવતા ઈરાનને ચેતવણી આપી છે કે જો તેઓ લેબનોનમાં સક્રિય તેમના કથિત પ્રોક્સીઝને તાત્કાલિક નહીં રોકે તો અમેરિકા ગયા સપ્તાહ કરતાં પણ વધુ શક્તિશાળી લશ્કરી પ્રહાર ઈરાન પર કરશે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
