તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
100% નેચરલના દાવા કરી ગ્રાહકો સાથે છેતરપીંડી: સ્ટોરિયા અને ઓવન બ્રેડ સામે મોટી કાર્યવાહી :એક લાખનો દંડ ફટકાર્યો
કંપનીઓ તેમના ઉત્પાદનોને લઈ એડવર્ટાઈઝમેન્ટમાં 100 ટકાનો ગેરમાર્ગે દોરે તેવા દાવા કરતી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ અને ઈંગ્લિશ ઓવન બ્રેડ બનાવતી કંપની મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશ્યાલિટીઝ લિમિટેડ સામે કાર્યવાહી કરી છે અને તેમના પર રૂપિયા એક-એક લાખ દંડ ક્યો છે. આ કંપનીઓ તેમના ઉત્પાદનોને લઈ એડવર્ટાઈઝમેન્ટમાં 100 ટકાનો ગેરમાર્ગે દોરે તેવા દાવા કરતી હતી.
CCPAએ બન્ને કંપનીઓને એવા પણ નિર્દેશ કર્યાં છે કે તે પ્રોડક્ટના પેકેજીંગ, અધિકૃત વેબસાઈટ તથા તમામ ડિજિટલ પ્લેટફોર્મથી તેના દ્વારા કરવામાં આવતા દાવાને તાત્કાલિક અસરથી હટાવી લે. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા તથા આ પ્રકારની જાહેરાતો અંગે સંબંધિત દિશા-સૂચનો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. CCPAએ કહ્યું છે કે 100 ટકા શબ્દ સટીક અને સંપૂર્ણ સંખ્યાત્મક બાબત દર્શાવે છે. તેને હળવી રીતે અથવા માર્કેટીંગ સ્લોગન તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
CCPA એ સ્ટોરિયા ફૂડ્સના તે જાહેરાત પર જાતે જ કાર્યવાહી કરી કે જેમાં 100 ટકા ટેન્ડર કોકોનટ વોટર (નારિયલ પાણી) અને 100 ટકા દાડમ મિક્સ્ડ ફ્રુડ, કેરી જેવા ફળોના જ્યુસનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રોડક્ટ્સના પ્રચાર કંપનીએ વેબસાઈટ, પ્રોડક્ટ પેકેજીંગ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કરવામાં આવતી હતી. તપાસમાં માલુમ પડ્યું કે 100 ટકા નારિયેળ પાણીનો દાવો ગેરમાર્ગે દોરતો હતો. નારિયેળ પાણીમાં પ્રજર્વેટિવ્સ હતા. 100 ટકા નેચરલ હોવાનો દાવો ખોટો હતો.
મિસિસ બેક્ટર્સે દલીલ કરી હતી કે 100% લોટ શબ્દનો હેતુ ફક્ત ઘઉંના લોટનો ઉપયોગ અનાજ તરીકે થતો હતો તે દર્શાવવા માટે હતો. એવો દાવો કરવા માટે નહીં કે ઉત્પાદન સંપૂર્ણપણે ઘઉંમાંથી બનાવવામાં આવ્યું હતું. CCPA એ આ દલીલને સંપૂર્ણપણે નકારી કાઢી હતી, અને કહ્યું હતું કે જાહેરાતોને ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ.
જાહેરાતકર્તાઓ દ્વારા ટેકનિકલ બાબતો અથવા ત્યારબાદની સ્પષ્ટતા ગ્રાહકો પર થતી અસર કરતાં વધુ ખરાબ ન હોઈ શકે. જો કંઈક ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે તો જાહેરાતકર્તાનો હેતુ અપ્રસ્તુત છે. ગેરમાર્ગે દોરનારા ગ્રાહકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
