તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો :પાર્ટીના 6 સાંસદોનો સત્તાધારી એકનાથ શિંદે જૂથમાં જોડાવા નિર્ણય
આ સાંસદો લાંબા સમયથી પાર્ટીના નેતૃત્વ અને કાર્યશૈલીથી નારાજ હતા આખરે પોતાની નારાજગી વ્યક્ત કરીને તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથને અલવિદા કહી દીધું

શિવસેના ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે આ અત્યંત આંચકાજનક સમાચાર છે. પાર્ટીના 6 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને સત્તાધારી એકનાથ શિંદે જૂથમાં જોડાવાનો નિર્ણય લીધો છે.(ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે - UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે આ અત્યંત આંચકાજનક સમાચાર છે. પાર્ટીના 6 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને સત્તાધારી એકનાથ શિંદે જૂથમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાંસદો લાંબા સમયથી પાર્ટીના નેતૃત્વ અને કાર્યશૈલીથી નારાજ હતા. પાર્ટીના આંતરિક નેતાઓના વર્તન અને નિર્ણય લેવાની પ્રક્રિયાથી તેઓ સંતુષ્ટ નહોતા. આખરે, પોતાની નારાજગી વ્યક્ત કરીને તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથને અલવિદા કહી દીધું છે.
શિંદે જૂથમાં જોડાનાર સાંસદ નાગેશ પાટિલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજ્યના વિકાસને પ્રાધાન્ય આપે છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે અમારા મતવિસ્તારના વિકાસ અને રાજ્યની પ્રગતિ માટે આ નિર્ણય લીધો છે. એકનાથ શિંદેનું નેતૃત્વ મહારાષ્ટ્રને નવી દિશા આપી રહ્યું છે અને તેમના વિઝન પર અમને વિશ્વાસ છે."
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે 6 સાંસદોનું એકસાથે પક્ષપલટો કરવું એ ઉદ્ધવ ઠાકરે માટે આગામી સમયમાં મોટું સંકટ સાબિત થઈ શકે છે. આ ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને શિંદે જૂથનું પલ્લું વધુ ભારે બન્યું હોવાનું જણાઈ રહ્યું છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
