News of Sunday, 21st June 2026
વિસાવદરમાં યોગ શિબિર નિમિત્તે ૨૨ યોગ ટ્રેનર બહેનોનુ સન્માન
મેડિકલ સાધન સેવા કેન્દ્ર, રોટરી કોમ્યુનિટી કોપર્સ, માનવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર, રોટરી કોમ્યુનિટી કોપ્સ ,માનવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ચંદ્રકાંત ખૂહાના નિવાસસ્થાને સાંજે પાંચ કલાકે યોગ દિવસની પૂર્વ સંધ્યા એ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ વિસાવદર શહેરમા યોગ કરાવતા ૨૨ યોગ ટ્રેનર બહેનોનું સિંહાસન આપી સન્માન કરાયું હતું. જેમાં વિસાવદર આરસીસીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણીક દુધાત્રા , પ્રમુખ જીતેન્દ્રભાઈ ચાંદરાણી, સેક્રેટરી ચંદ્રકાંત ખુહા, સભ્યો ઘનશ્યામભાઈ ભાલાળા, પરેશ ગોઢાણીયા, કાનભાઈ ગેડિયા સહિત ભાઇઓ બહેનો હાજર રહ્યા હતા.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
