<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સૌરાષ્ટ્રભરના મંદિરોને નિશાન બનાવતી કુખ્યાત ગેંગનો ભાવનગર LCBએ પર્દાફાશ કર્યો :અતુલ ધકાણ અને ભરતની ધરપકડ

અત્યાર સુધીમાં 100 જેટલા મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીઓ પાસેથી કાર અને દાગીના મળી કુલ રૂ. 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સૌરાષ્ટ્રભરના મંદિરોને નિશાન બનાવતી કુખ્યાત ગેંગનો ભાવનગર LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે અતુલ ધકાણ અને ભરત નામના બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કાર અને દાગીTemple Theftના મળી કુલ રૂ. 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં આવેલા અંતરિયાળ મંદિરોને નિશાન બનાવી મૂર્તિઓ પરના દાગીના, છત્તર અને દાનપેટીની રોકડ રકમની ઉઠાંતરી કરતા હતા. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં 100 જેટલા મંદિરોમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે.

(11:42 PM IST)