તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Sunday, 21st June 2026
મહેસાણા જિલ્લા પોલીસ વડાએ બદલીનો ગંજીપો ચીપ્યો :એકસાથે 252 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ
જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો, બ્રાન્ચ અને આઉટપોસ્ટમાં ફરજ બજાવતા કુલ 252 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરાઈ

મહેસાણા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા એકસાથે મોટા પાયે બદલીના ગંજીપો ચીપવામાં આવ્યો છે. આ આદેશ જાહેર થતાં જ સમગ્ર જિલ્લાના પોલીસ વિભાગ અને જુદા-જુદા પોલીસ મથકોમાં ભારે હલચલ મચી ગઈ છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો, બ્રાન્ચ અને આઉટપોસ્ટમાં ફરજ બજાવતા કુલ 252 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી કરી દેવામાં આવી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
