તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષનાં હોદેદારોનો શપથવિધિ સમારોહ સંપન્ન
સ્થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાનાં માર્ગદર્શન તળે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : રોટરી કોમ્યુનિટી કોર્પ્સ વિસાવદરનાં વર્ષ:૨૦૨૬/૨૭નાં હોદેદારોનો શપથવિધિ સમારોહ તેમજ વિસાવદર આર.સી.સી.ના ૨૦ પૂર્વ પ્રમુખોનો સન્માન સમારોહ અને તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ સરકારી હાઈસ્કૂલ સ્કૂલ -વિસાવદર ખાતે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ વિસાવદરનાં સ્થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાનાં માર્ગદર્શન હેઠળ રોટરી કલબ જુનાગઢનાં પ્રમુખ રોટરીયન દિપક મૂલચંદાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું આર.સી.સી.વિસાવદરનાં પૂર્વ પ્રમુખ રમણિકભાઈ ગોહેલ દ્વારા શબ્દપુષ્પોથી સ્વાગત કરવામાં આવેલ બાદ મહાનુભાવોનાં વરદહસ્તે દિપ જ્યોત પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સૌનું હાર્દિક અભિવાદન કરવામાં આવેલ બાદમાં આરસીસીનાં ગત વર્ષની કામગીરીના પ્રોજેક્ટ રિપોર્ટ નું વાંચન કરી મહાનુભાવોનાં વરદ હસ્તે ગત વર્ષનાં ઉત્સાહી પ્રેસિડેન્ટ ચંદ્રકાંત ખુહાને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ બાદમાં રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં સ્થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા દ્વારા કાર્યક્રમની રૂપરેખા અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરેલ તેમજ શપથવિધિ અધિકારી તરીકે સમારોહમાં ખાસ ઉપસ્થિત જુનાગઢ રોટરી કલબનાં રોટરીયન બીપીન કણસાગરા દ્વારા વર્ષ:૨૦૨૬/૨૭ વર્ષનાં વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં પ્રેસિડેન્ટ તરીકે જીતેન્દ્રભાઈ ચાંદરાણી, સેક્રેટરી તરીકે ચંદ્રકાંત ખુહા તેમજ નવા સભ્ય તરીકે ઘનશ્યામ ભાલાળા અને પરેશ ગોઢાણીયાને હોદા નાં શપથ ગ્રહણ કરાવેલ તેમજ પીન આપલે કરી અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને તેનાં વિવિધ સેવા કાર્યો વિશે પ્રાસંગિક ઉદબોધન કરેલ આપેલ ત્યારબાદ વિસાવદર આરસીસીના ૨૦ પૂર્વ પ્રમુખોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા બાદમાં પૂર્વ પ્રમુખ સંજય રાઠોડએ સન્માનનો પ્રતિભાવ આપેલ હતો.
ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા આરસીસી-વિસાવદરનાં સેવાકીય પ્રવૃતિઓ વિશે પ્રાસંગિક ઉદબોધન કરેલ કાર્યક્રમ દરમિયાન સરકારી હાઈસ્કૂલ વિસાવદરના ધોરણ ૯થી ૧૨ મા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભાવોનાં વરદ હસ્તે નોટ પેન અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ખૂહાનું સન્માનપત્ર આપી અશ્વિનભાઈ પંડ્યાએ સન્માન કરેલ હતું. રોટરી કલબ જુનાગઢનાં હોદેદારોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ જુનાગઢ રોટરીના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ કણસાગરાએ વિસાવદર આરસીસીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણીક દુધાત્રા ,પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ ચાંદરાણી ,સેક્રેટરી ચંદ્રકાન્ત ખુહાને મોમેન્ટો આપી સન્માન કરેલ હતા. શપથવિધિ બાદ નવાં વરાયેલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ ચાંદરાણી ને સમારોહમાં ઉપસ્થિત સૌએ શુભેચ્છાઓ પાઠવેલ. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રાજકીય ,સામાજિક તેમજ સેવાકિય આગેવાનો હાજર રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં વાલી, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસાવદર આરસીસીનાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણીક દુધાત્રા, પ્રમુખ જીતેન્દ્રભાઈ ચાંદરાણી, સેક્રેટરી ચંદ્રકાંત ખુહા, ટ્રેઝરર અબ્બાસી ખેતી ,રમણીકભાઇ ગોહેલ, ગિજુભાઈ વીકમાં ,ઈલ્યાસ મોદી, કૌશિકપુરી ગૌસ્વામી, મુકેશ રીબડીયા, રાજન રીબડીયા ,ઓશુભાઈ હમીરકા, વિજયભાઈ રીબડીયા, જેવીન ચૌહાણ , ઘનશ્યામ ભાલાળા પરેશ ગોઢાણિયા સહિતનાએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ બાદ આરસીસી વિસાવદરનાં પૂર્વ પ્રેસિડેન્ટ મહેશ નિમાવત તરફથી ઉપસ્થિત સૌ માટે સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે ચા પાણીની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આરસીસીનાં પૂર્વ પ્રમુખ રમણીકભાઇ ગોહેલ દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર દર્શન આરસીસીનાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ રમણીકભાઇ દુધાત્રાએ કરેલ હતું.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
