<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

રાજકોટમાં યોગ દિવસની અનોખી ઉજવણી: રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં મહિલાઓ દ્રારા એક્વા યોગાનું આયોજન

નાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અદ્ભુત યોગ પ્રદર્શન કર્યું: પાણીમાં યોગ કરીને આપ્યો સ્વાસ્થ્યનો સંદેશ

રાજકોટ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટના રેસકોર્સ સ્વિમિંગ પૂલ ખાતે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પાણીમાં યોગ એટલે કે ‘એક્વા યોગા’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં યોગ સાધકોએ પાણીની અંદર વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો. આ પ્રસંગે નાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અદ્ભુત યોગ પ્રદર્શન કર્યું અને સૌનું મન મોહી લીધું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો. 

(12:02 PM IST)